આમચી મુંબઈમહારાષ્ટ્ર

બદલાપુર કેસઃ બાળકોની સુરક્ષા માટે કોર્ટે કમિટી બનાવી, 7 ઓક્ટોબર સુધી ઉપાયો સૂચવો…

મુંબઈ: બદલાપુર ખાતે ત્રણ અને સાડા ત્રણ વર્ષની બાળકીઓ સાથે આચરવામાં આવેલા દુષ્કર્મને પગલે આખા દેશમાં રોષનો જુવાળ ફાટી નીકળ્યો હતો. શાળામાં બનેલી આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે સરકારે પણ કડક પગલાં લીધા હતા. જોકે હવે બાળકોનું લૈંગિક શોષણ ન થાય એ માટે હવે ખાસ સમિતિ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : Badlapur Horror: ‘બહેન ખરેખર લાડકી હોય તો તેની માટે…’ Raj Thackerayની મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સલાહ

શાળાએ જતા બાળકોની સુરક્ષા માટે તેમ જ તેમની સુરક્ષાના ઉપાય સૂચવવા માટે હાઇ કોર્ટે સાત સભ્યોની સમિતિ બનાવી છે. આ સમિતિએ 29 ઓક્ટોબર સુધી બાળકોની સુરક્ષા માટેના ઉપાયો અને સૂચનો હાઇ કોર્ટને જણાવવાના રહેશે.

બાળકો જ્યારે શાળામાં હોય ત્યારે અને શાળાએ જતા-આવતા હોય ત્યારે તેમની સાથે કોઇપણ દુર્ઘટના ન બને એ માટે સુરક્ષાના ઉપાયો સૂચવવા માટે ન્યાયમૂર્તિ રેવતી મોહિતી-ડેરે અને પૃથ્વીરાજ ચવ્હાણની બેન્ચે સાત સભ્યોની સ્થાપી છે.
આ સમિતિની સ્થાપના બદલાપુરની ઘટના બાદ સરકાર દ્વારા કરવામાં આવી હતી, જેમાં હાઇ કોર્ટે વિસ્તાર કર્યો હતો. શહેરી અને ગ્રામીણ ભાગના શાળાએ જતા બાળકોની સમસ્યાઓ જુદી હોય છે એ ધ્યાનમાં લઇને હાઇ કોર્ટ દ્વારા આ સમિતિનો વ્યાપ વધાર્યો હતો. આ સમિતિમાં શહેરી અને ગ્રામીણ ભાગની શાળાઓના પ્રિન્સિપાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Badlapur Horror: સીસીટીવી કેમેરા બંધ હશે તો શાળાઓનું આવી બનશે

આ સમિતિમાં હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ સાધના દાધવ અને શાલિનિ ફણસળકર-જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની અધ્યક્ષતા હેઠળ સમિતિ કામ કરશે. આ ઉપરાંત નિવૃત્ત આઇપીએસ(ઇન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારી મીરા બોરવણકર સહિત ઇન્ડિયન એજ્યુકેશન સોસયિટી સંચાલિત દાદરના વી. એન. સુળે શાળાના પ્રિન્સિપાલ સુચેતા ભવાળકર, કળંબોળીના સુધાગઢ સંસ્થા તરફથી ચલાવવામાં આવતી હિંદી પ્રાથમિક વિદ્યાલયના પ્રિન્સિપાલ જયવંતી સાવંત, સાઇકાયટ્રિસ્ટ ડૉક્ટર હરીશ શેટ્ટી તેમ જ મહારાષ્ટ્ર અને ગોવા ખાતેના આઇસીએસઇ અને આઇએસસી પૂર્વ પ્રાથમિક શાળાના અધ્યક્ષ બ્રાયન સેમોરનો સમાવેશ થાય.

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…