IPL 2024ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ક્રિકેટ વર્લ્ડ કપઃ

અશ્વિને કહી દિલની વાત, ટીમમાં પસંદગીની કોઈ અપેક્ષા નહોતી

ગુવાહાટીઃ ભારતમાં ક્રિકેટનો મહાકુંભ યોજાયો છે. તમામ ટીમો ભારત આવી રહી છે. ભારતીય ટીમમાં પસંદગી પામવા માટે આ વખતે ઘણી રસાકસી જોવા મળી હતી. આઇપીએલને કારણે ઘણા યુવા ખેલાડીઓને તક મળી છે અને તેઓ ફાંકડું પ્રદર્શન કરી રહ્યા છે, એવામાં કોને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવા એ સિલેક્ટર્સો માટે મીઠી મુંઝવણ હતી. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનને માંડ માંડ ટીમમાં જગ્યા મળી છે. અક્ષર પટેલ ઇજાગ્રસ્ત થતા તેના સ્થાને રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

અશ્વિન પણ તેના સિલેક્શનથી ઘણો ખુશ છે. 37 વર્ષીય અશ્વિને શનિવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામેની ભારતની વોર્મ અપ પહેલા વાતચીતમાં આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે ભારત માટે આ મારો છેલ્લો વર્લ્ડ કપ હોઇ શકે છે. જીવન ઘણું ઉતાર-ચઢાવથી ભરેલું છે. સાચું કહું તો મેં વિચાર્યું નહોતું કે હું ભારતીય ટીમમાં હોઇશ, પણ સંજોગોએ એ સુનિશ્ચિત કર્યું છે. મેનેજમેન્ટે મારામાં વિશ્વાસ દર્શાવ્યો છે.

અશ્વિને જણાવ્યું હતું કે મેચમાં પ્રેશરનો સામનો કરવો મહત્વપૂર્ણ છે. તમે બોલને કેવી રીતે ફેરવી શકો છો એ પણ મહત્વનું છે અને હું એ કરી શકું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button