ટોપ ન્યૂઝનેશનલ

Assam સરકારનો ઘૂસણખોરી રોકવા મોટો નિર્ણય, આધાર કાર્ડ બનાવવા NRC નંબર ફરજિયાત

ગુવાહાટી : આસામમાં ઘૂસણખોરી રોકવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં હવે આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) વગર આધાર કાર્ડ નહીં બનાવી શકાય. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી કે રાજ્યમાં નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) એપ્લિકેશન રસીદ નંબર સબમિટ કરવો ફરજિયાત રહેશે. તેમણે કહ્યું કે આનાથી ઘૂસણખોરોને આપવામાં આવતા ઓળખ કાર્ડ પર રોક લાગશે.

આધાર કાર્ડ ધારકોની સંખ્યા અંદાજિત વસ્તી કરતા વધુ
મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે આધાર કાર્ડ માટેની અરજીઓની સંખ્યા રાજ્યની વસ્તી કરતા વધી ગઈ છે. જેના કારણે સંભવિત ઘૂસણખોરોનો અરજીઓ અંગે ચિંતા વધી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઓછામાં ઓછા ચાર જિલ્લામાં આધાર કાર્ડ ધારકોની સંખ્યા અંદાજિત વસ્તી કરતા વધુ છે. જે ચિંતાજનક છે.

મુખ્યમંત્રીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં થતી ગેરરીતિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને ધુબરી જિલ્લા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ધુબરી જિલ્લામાં વસ્તી કરતા વધુ આધાર કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે. બની શકે છે કે કેટલાક શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ બની ગયા હોય.

10 દિવસમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે
તેમણે કહ્યું કે આગામી 10 દિવસમાં પરિપત્ર જાહેર કરવામાં આવશે. જો તમે NRC માટે અરજી નહીં કરો તો તમને નવી પ્રક્રિયા હેઠળ આધાર કાર્ડ નહીં મળે. જોકે, આ નિયમ ચાના બગીચા વિસ્તારોમાં લાગુ થશે નહીં. અન્ય જિલ્લાઓમાં 1 ઓક્ટોબરથી આ નિયમનો કડક અમલ કરવામાં આવશે.

નવો નિયમ 9.55 લોકોને લાગુ નહીં પડે
તેમણે સ્પષ્ટ કર્યું કે NRC અરજીની રસીદ નંબર સબમિટ કરવાની જરૂરિયાત એવા 9.55 લાખ લોકોને લાગુ પડશે નહીં જેમની NRC પ્રક્રિયા દરમિયાન બાયોમેટ્રિક્સ લૉક કરવામાં આવ્યા હતા. આ લોકોને કોઈપણ વધારાની શરતો વિના આધાર કાર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત, સરમાએ રાજ્યમાં ઘૂસણખોરોને ઓળખવાના પ્રયાસોને વધુ તીવ્ર કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને જાહેર કર્યું કે છેલ્લા બે મહિનામાં બાંગ્લાદેશથી આવેલા ઘણા લોકોને પકડવામાં આવ્યા છે અને અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…