મનોરંજન

… અને ફિલ્મ મેકરના 1300 કરોડ થયા એક ઝાટકે સ્વાહા!

હેડિંગ વાંચીને કદાચ તમને પણ થયું હશે કે ભાઈસાબ એવું તે શું થયું હશે કે એક સાથે ફિલ્મમેકરના 1300 કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હશે? ચાલો તમને આ પાછળની સ્ટોરી જણાવીએ…

શું તમે પણ ફિલ્મી ફિલ્મી કીડા છો, કે પછી તમને પણ સામાન્ય લોકો કરતાં ફિલ્મોમાં થોડો વધારે રસ પડે છે, તમે ફિલ્મની કમાણી અને બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાઓમાં રસ લેતા હશો તો કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીં કઈ ફિલ્મની વાત થઈ રહી છે અને જો ના ખ્યાલ પડયો હોય તો ફોડ પાડીને જણાવીએ કે અમે અહીં હોલિવુડ ફિલ્મ The 13th Warriorrની વાત કરીએ છીએ.

આ ફિલ્મની ગણતરી હોલીવુડ જ નહીં પણ દુનિયાની સુપર ડુપર ફ્લોપ ફિલ્મોમાં કરવામાં આવે છે. ફિલ્મ નિર્માતા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમણે આ માસ્ટરપીસ ફિલ્મ બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.

આપણ વાંચો: ફિલ્મમેકર રંજીથે પુરુષોનું પણ જાતીય શોષણ કર્યું! કેરલ પોલીસે વધુ એક ફરિયાદ નોંધી…

હોલીવુડની આ ફિલ્મે ફ્લોપ હોવા છતાં પણ રેકોર્ડ બનાવ્યો હતો. 1999ની આ અમેરિકન ઐતિહાસિક ફિક્શન એક્શન ફિલ્મમાં એન્ટોનિયો બંદેરસે અહેમદ ઇબ્ન ફડલાનની ભૂમિકા ભજવી હતી. તેની સાથે ફિલ્મમાં ડિયાન વેનોરા અને ઓમર શરીફ પણ હતા. માઈકલ ક્રિક્ટનની 1976માં આવેલી નોવેલ ઈટર્સ ઓફ ધ ડેડ પર આધારિત હતી અને ફિલ્મની વાર્તા અહેમદ ઈબ્ન ફડલાન (એક બગદાદી પ્રવાસી)ની આસપાસમાં ફરતી હતી.

‘ધ 13થ વોરિયર’નો રેકોર્ડ એવો હતો કે હોલીવુડની કોઈ ફિલ્મમાં પહેલીવાર કોઈ મુસ્લિમને હીરો તરીકે બતાવવામાં આવ્યો હતો. ‘ધ 13મી વોરિયર’ માત્ર બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત નહોતી થઈ પણ તેને આકરી ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે 160 મિલિયન ડોલર એટલે કે આશરે રૂપિયા 1300 કરોડના બજેટ સાથે બનેલી આ ‘The 13th Warrior’એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર માત્ર 61 મિલિયન ડોલર એટલે કે રૂ. 511 કરોડની કમાણી જ કરી હતી. આવી પરિસ્થિતિમાં ફિલ્મ મેકરને 100 મિલિયન ડોલરનું સીધું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો. અમુક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મને 129 મિલિયન ડોલર એટલે કે અંદાજિત રૂપિયા 1082 કરોડથી વધુનું નુકસાન થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button