ગણેશ ચતુર્થીના દિવસે Amitabh Bachchan બની ગયા મોટીવેશનલ સ્પીકર, કહી આટલી સરસ વાત

અમિતાભ બચ્ચન( Amitabh Bachchan )અને તેમનો પરિવાર સામાજિક અને ભાવનાત્મક રીતે કપરાં સમયમાંથી પસાર થઈ રહ્યા છે. મીડિયા અહેવાલોનું માનીએ તો પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધુ ઐશ્વર્યા રાયનું લગ્નજીવન હાલકડોલક થઈ રહ્યું છે અને તેના લીધે આખો પરિવાર વ્યથિત છે. ઘરના મોભી તરીકે બચ્ચનની વ્યથા ઘણીવાર તેમની સોશિયલ મીડિયા પોસ્ટથી પણ ખબર પડે છે. જોકે આજે ગણેશ ચતુર્થીના દિવસે બીગ બી જાણે જીવનનું જ્ઞાન આપી રહ્યા હોય તેમ લાઈફ ગુરુ કે મોટિવેશનલ સ્પીકર બની ગયા હોય તેમ લાગે છે.
બીગ બીએ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સરસ પોસ્ટ લખી છે, જે નેટિઝન્સને પણ ખૂબ ગમી છે. બીગ બીએ લખ્યું છે કે આપણા મનનું થાય તો સારું અને ન થાય તો વધારે સારું. આવું લખ્યા બાદ ન થાય તો વધારે શા માટે સારું તેનું કારણ પણ બીગ બીએ આપ્યું છે.
આ પણ વાંચો : 81 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન શા માટે કરે છે કામ ? પોતે જ જણાવ્યું કારણ….
T 5126 – “मन का हो तो अच्छा; न हो तो ज़्यादा अच्छा” ~ बाबूजी
ज़्यादा अच्छा ? जी, क्यों की फिर वो ईश्वर के मन का होता है, और ईश्वर हमेशा आपका अच्छा ही करता है— Amitabh Bachchan (@SrBachchan) September 6, 2024
હાલમાં તેઓ લોકપ્રિય ટીવી શૉ કૌન બનેગા કરોડપતિની હૉટસિટ પર બેસી ફરી ક્વિઝ માસ્ટરની ભૂમિકામાં આવી ગયા છે. થોડા સમય પહેલા તેમની કલ્કી 2898 એડી ફિલ્મ રિલિઝ થઈ હતી અને તેમને લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. આ ફિલ્મ હાલમાં ઓટીટી પર જોવા મળે છે. બચ્ચન 81 વર્ષે પણ ખૂબ જ એક્ટિવ અને ફીટ છે અને સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે સંવાદ કરતા રહે છે. તેમની એક્ટિંગ સાથે તેમની પોસ્ટના દિવાના પણ કરોડો છે.
બચ્ચનની આ પૉસ્ટ પર પણ નેટિઝન્સ ઘણી કૉમેન્ટ્સ કરી રહ્યા છે અને આટલી સરસ વાત કહેવા બદલ તેમનો આભાર માની રહ્યા છે.