ટોપ ન્યૂઝનેશનલ

Manipurમાં ડ્રોન હુમલાથી ડરનો માહોલ, લોકોએ ભયભીત થઇ ઘરની લાઇટો બંધ કરી

ઇમ્ફાલ : મણિપુરમાં(Manipur) હિંસાની ઘટનાઓ ફરી વધી છે અને હવે ઉગ્રવાદીઓએ રોકેટ અને ડ્રોન વડે હુમલા શરૂ કર્યા છે. ચુરાચંદપુરને અડીને આવેલા બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે 10 કલાકની અંદર બે રોકેટ હુમલા થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે બિષ્ણુપુર અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં અનેક ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. જેના કારણે લોકોમાં એટલો ગભરાટ ફેલાઈ ગયો કે તેઓએ પોતાના ઘરની લાઈટો બંધ કરી દીધી.

ડ્રોન હુમલાના કારણે લોકોમાં ભયનો માહોલ

ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બે સ્થળોએ ડ્રોન અને બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. ડ્રોન જોયા બાદ નારાયણસેના, મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નામ્બોલ કામોંગ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પુખાઓ, દોલાઇથાબી, શાંતિપુર વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે. આ સ્થિતિને જોતા સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. શુક્રવારે રાત્રે બિષ્ણુપુર જિલ્લામાં પણ કેટલાક લાઇટિંગ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. જેના કારણે લોકો ડરી ગયા હતા અને લોકોમાં અસમંજસનો માહોલ સર્જાયો હતો. તે સ્પષ્ટ નથી થયું કે આ ફાયરિંગ સુરક્ષા દળોએ કર્યું કે ઉગ્રવાદીઓએ કર્યું તે સ્પષ્ટ થયું નથી.

મણિપુરમાં શસ્ત્રો તરીકે ડ્રોનનો ઉપયોગ 1 સપ્ટેમ્બરના રોજ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કોતૃક ગામમાં જોવા મળ્યો હતો. આ હુમલામાં બંદૂકોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં બે લોકો માર્યા ગયા હતા અને નવ લોકો ઘાયલ થયા હતા. બીજા દિવસે લગભગ ત્રણ કિલોમીટર દૂર સેનજામ ચિરાંગમાં એક નાનું રિમોટ-કંટ્રોલ્ડ ફ્લાઇંગ ડિવાઇસનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ લોકોને ઇજા પહોંચી હતી.

મણિપુરમાં સ્થિતિ વણસી રહી છે

કો-ઓર્ડિનેશન કમિટી ઓન મણિપુર ઇન્ટીગ્રીટીના પ્રવક્તાએ જણાવ્યું કે, કુકી લોકોના આક્રમકતામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ડ્રોન બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ સામે આવી છે. આજે પણ બે મિસાઈલ હુમલા થયા છે, જે પર્વતીય વિસ્તારોમાં આશ્રય લેનારા ચિન-કુકી નાર્કો ઉગ્રવાદીઓ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી મરીમ્બમ કોઈરેંગ સિંહના ઘર પર હુમલો થયો છે. આ હુમલામાં તેમની પ્રતિમા અને ઘરને નુકસાન થયું હતું. સ્થિતિ નિયંત્રણ બહાર છે. પહાડી વિસ્તારોમાં કેન્દ્રીય દળો તૈનાત છે, પરંતુ તેઓ પરિસ્થિતિ પ્રત્યે ઉદાસીન છે. કોઓર્ડિનેશન કમિટીએ મણિપુરમાં ઈમરજન્સી જાહેર કરી છે. અમે લોકોને સલામત સ્થળે આશરો લેવાની અપીલ કરીએ છીએ.

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?