આમચી મુંબઈમહારાષ્ટ્રવેપારશેર બજાર

Silver Price : ચાંદીના ભાવમાં રોકેટ ગતિએ વધારાના સંકેત, માંગના મુકાબલે 7500 ટનની અછત…

મુંબઇ: ચાંદીના ભાવમાં(Silver Price)સતત વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના વાયદાના ભાવ હાલમાં કિલો દીઠ રૂપિયા 83,000 આસપાસ છે. ચાંદીનો ઔદ્યોગિક ઉપયોગ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. જેના લીધે માંગની સરખામણીમાં પુરવઠાની અછત સર્જાઈ છે તેથી ભાવ વધી રહ્યા છે. ચાંદીનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ્સ અને તબીબી ઉપકરણોમાં થાય છે. ઇવી અને સોલરમાં ચાંદીનો ઉપયોગ પણ વધી રહ્યો છે.

કિંમત 90,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

ચાંદી એ ખૂબ જ સારો વિદ્યુત વાહક છે. હાલ બીજો કોઈ સારો વિકલ્પ નથી. માર્કેટ નિષ્ણાતના જણાવ્યા અનુસાર ચાંદીના વૈશ્વિક પુરવઠામાં અછત છે. આ સતત પાંચમું વર્ષ છે જ્યારે ચાંદીનો પુરવઠો માંગ કરતા ઓછો છે. વર્ષ 2024ની માંગની સરખામણીમાં 7,513 ટન ચાંદીની અછત છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોનું અનુમાન છે કે આ વર્ષના અંત સુધીમાં તેનો ભાવ રૂપિયા 90,000 પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

ચાંદીનો ઔદ્યોગિક ઉપયોગ વધી રહ્યો છે

વર્ષ 2023માં સોલાર પેનલ, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિક વાહનો વગેરેમાં ચાંદીની માંગ 11 ટકા વધીને 20,353 ટન થઈ ગઈ છે. વર્ષ 2024માં પણ ચાંદીની ઔદ્યોગિક માંગ વધી રહી છે.

સોલાર પેનલમાં ચાંદીનો ઉપયોગ બમણો થશે

હાલમાં ભારત સહિત વિશ્વભરમાં સૌર ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સોલાર પેનલમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. સોલાર પેનલમાં ચાંદીનો ઉપયોગ 2025 સુધીમાં બમણો થવાની ધારણા છે.

ઇલેક્ટ્રિક વાહનોમાં ચાંદીનો ઉપયોગ

ભારત સહિત વિશ્વભરના દેશો ઈલેક્ટ્રીક વાહનોને પ્રાથમિકતા આપી રહ્યા છે. જેના કારણે ઈવીમાં ચાંદીનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. આ કારણે વર્ષ 2025 સુધીમાં ઈવીમાં ચાંદીની માંગ 5,250 ટન સુધી પહોંચવાની આશા છે.

ચાંદીના દાગીનાની માંગ વધી રહી છે

સિલ્વર જ્વેલરીની માંગ ઝડપથી વધી રહી છે. વર્ષ 2023માં સિલ્વર જ્વેલરીની માંગ 5,655 ટન હતી. આ વર્ષે પણ આ જ ટ્રેન્ડ છે.

કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી

ઈઝરાયેલ-હમાસ અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા ભૌગોલિક રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને વિશ્વભરની કેન્દ્રીય બેંકો સોના-ચાંદીની ખરીદી વધારી રહી છે.

વ્યાજદર ઘટશે તો ભાવ વધશે

સપ્ટેમ્બરના મધ્યમાં યોજાનારી યુએસ ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરમાં મોટો ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે. અમેરિકામાં 2008 પછી પહેલીવાર વ્યાજદરમાં ઘટાડો થશે. આનાથી ચાંદીના વપરાશને પ્રોત્સાહન મળશે.

ભાવ ક્યાં પહોંચશે?

માર્કેટ નિષ્ણાતના જણાવ્યા અનુસાર છેલ્લા 10-12 વર્ષમાં ચાંદીની ખરીદીમાં કોઇ વધારો થયો નથી. જ્યારે માઈન્સમાં તેનો ખર્ચ વધી રહ્યો છે અને ઉત્પાદન ઘટ્યું છે. હવે ઔદ્યોગિક વપરાશ વધવાને કારણે પુરવઠાની અછત છે. તેથી આગામી 1 વર્ષમાં ચાંદીનો ભાવ 1.25 લાખથી 1.5 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?