ટોપ ન્યૂઝનેશનલ

Madhya Pradesh માં મોટી રેલવે દુર્ઘટના, બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, તમામ મુસાફરો સુરક્ષિત…

જબલપુર: મધ્યપ્રદેશના(Madhya Pradesh)જબલપુર રેલવે સ્ટેશન નજીક રેલવે દુર્ઘટના સર્જાઇ છે. જેમાં ઈન્દોર-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે, ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી. આ ટ્રેન શનિવારે સવારે 5:50 વાગ્યે જબલપુર સ્ટેશન પહોંચી હતી. ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. જ્યારે રેલ્વે ટ્રેક પર વાહનવ્યવહાર ફરીથી શરૂ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. રેલ્વે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો : દેશમાં હવે Sleeper Vande Bharat Train દોડાવાશે, જોઈ લો નવો શાનદાર લૂક

બે ડબ્બા પ્લેટફોર્મ પર પહોંચતા પહેલા પાટા પરથી ઉતરી ગયા

ઈન્દોર-જબલપુર ઓવરનાઈટ એક્સપ્રેસના બે ડબ્બા પ્લેટફોર્મ પર પહોંચતા પહેલા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અંગે માહિતી આપતા પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઈન્દોર-જબલપુર ઓવરનાઈટ એક્સપ્રેસ જે ઈન્દોરથી આવી રહી હતી અને જબલપુર જઈ રહી હતી. જ્યારે તે ડેડ સ્ટોપ સ્પીડમાં હતી, ત્યારે તેના બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે તેમા કોઇ નુકશાન થયું નથી. આ ઘટના સ્ટેશનથી લગભગ 150 મીટરના અંતરે બની હતી.

આ પણ વાંચો : Bullet Train અંગે જાણો નવી અપડેટ, સિલ્વાસામાં સ્ટીલનો પુલ લોન્ચ કરાયો

18મી ઓગસ્ટે પણ અકસ્માત થયો હતો

જબલપુર ડિવિઝનમાં થોડા દિવસો પહેલા એક રેલવે સ્ટેશન પાસે એક ટ્રેન લોખંડના સળિયા સાથે અથડાઈ હતી, ત્યારબાદ આરપીએફએ ઘટનાની તપાસ શરૂ કરી હતી. પશ્ચિમ મધ્ય રેલ્વેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અધિકારીઓને 18 ઓગસ્ટના રોજ લગભગ 10 વાગ્યે કચ્છપુરા રેલ્વે સ્ટેશન નજીક નૈનપુર-જબલપુર ટ્રેન લોખંડના સળિયા સાથે અથડાવાની માહિતી મળી હતી.

આ પણ વાંચો : Speed Break: Vande Bharat Express Trainની ઝડપ ઘટી ગઈ, જાણો કારણ?

જબલપુર આરપીએફએ તપાસ શરૂ કરી

જેમાં જબલપુર આરપીએફએ આ ઘટનાના સંબંધમાં કેસ નોંધ્યો છે અને તે શોધવા માટે તપાસ શરૂ કરી છે કે શું તે નુકસાન પહોંચાડવાનું કૃત્ય હતું અથવા કોઈએ તેમનો સામાન ત્યાં મૂકી દીધો હતો. તેમણે કહ્યું કે આરપીએફ દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે બિલાસપુર વિભાગ સાથે મળીને ઘટનાની તપાસ કરી રહી છે.

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?