વીક એન્ડ

પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા નમ્રવાણી

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

છોડવાની તૈયારી છે?

જેને કંઈક પકડવું હોય, તેને કંઈક છોડવું પડે.

જેને શ્રેષ્ઠ પામવું હોય, તેને સામાન્ય છોડવું પડે!

તમે બે હાથે અતિ મૂલ્યવાન એવો રત્નજડિત હાર પકડીને ઊભા છો અને એ જ સમયે પરમાત્મા તમારી સમક્ષ પધારે છે, તમને પરમાત્માના ચરણ સ્પર્શ કરવા છે, તો કેવી રીતે કરશો?

તમારે પહેલાં પકડેલો હાર છોડવો પડશે, કેમ કે, એ છોડયાં વિના પ્રભુના ચરણ સ્પર્શ તો કરી શકાશે નહીં!

જેની છોડવાની તૈયારી હોય છે, તેને પ્રભુના ચરણ અને પ્રભુ જેવું આચરણ મળે છે.

હાથમાંથી છોડવું, વસ્તુનું, સંપત્તિનું દાન કરવું હજુ પણ સહેલું છે, પણ heart અને brainમાંથી છોડવું અત્યંત અઘરું છે.

બહારમાંથી છૂટે એને દાન કહેવાય પણ મન અને મગજમાંથી છૂટે તેને ‘ક્ષમાદાન’ કહેવાય.

પર્વાધિરાજ પર્યુષણ જો બહારમાં, માત્ર વ્યવહારમાં પધાર્યા હશે તો તમે દાન, શીલ અને તપ કરશો, પણ પર્યુષણ જો તમારા અંદરમાં પધાર્યાં હશે, તમારા અંતર આત્માને સ્પર્શ્યા હશે , તો તમે ક્ષમાદાન કરશો.

એક કરોડ રૂપિયાનું દાન આપવા કરતાં પણ શ્રેષ્ઠ છે, એક વ્યક્તિના ચરણમાં ઝૂકી, તેને ક્ષમાદાન આપવું!

જે મન અને મગજમાં બાંધેલી વેરઝેરની અને દ્વેષની ગાંઠને છોડી શકે છે, તે જ ક્ષમાદાન આપી શકે છે.

Brainમાં tumor, ગાંઠ કોને થાય?

જેનું બધાં સાથે proper tunning ન હોય, તેને tumor થાય!

ભગવાને પણ 2600 વર્ષ પહેલાં કહ્યું છે અને આજે science એ પણ prove કર્યું છે કે, જેના મનમાં કોઈના પ્રત્યે દ્વેષની, negativityની, jealousyની, ક્રોધની કે અપમાનની ગાંઠ હોય તેના brainમાં ગાંઠ થાય.

જ્યાં સુધી મનમાં ગાંઠ ન હોય, ત્યાં સુધી તનમાં ગાંઠ ન આવે.

એવી પણ ઘણી વ્યક્તિઓ છે, જેમના brainમાં tumor હતી પણ જેવું એમણે સર્વ જીવો પ્રત્યે પ્રેમ અને ક્ષમાના ભાવ વધારી દીધાં, બધાંને ક્ષમાદાન આપી દીધું, ત્યારે વગર medicinesએ એમનું tumor જતું રહ્યું.

માટે જ, મનમાં બાંધેલી આ બધી ગાંઠોને છોડવાની તૈયારી કરવાની છે. આજે તમે જ તમારા doctor બનીને check કરો, તમારા મનમાં કેટલી ગાંઠો છે અને confession દ્વારા આજે એ બધી ગાંઠોને છોડી નાંખો.

જ્યારે શરૂઆતમાં ગાંઠ નાની હોય, ત્યારે કર્મોનો બંધ થાય પણ જો એ ગાંઠ છોડવામાં ન આવે તો સમય જતાં એ મોટી થતી જાય અને કર્મોનો અનુબંધ થઈ જાય.

જ્યારે એક ગાંઠ હોય, શરૂઆત હોય ત્યારે નાનકડી હોય, ત્યારે કર્મનો બંધ 100 કે 1000 હોય, પણ એ જ ગાંઠને વાગોળી વાગોળીને તમે એને મોટી કરો એટલે એ કર્મો અબજો થઈ જાય. ઘણીવાર શું થાય? એ જ ઘટના એ જ વાતને તમે બીજા 5-10 વ્યક્તિને કહો, એટલે એ બધાં પાછા તમારી એક ગાંઠ ઉપર બીજી, ત્રીજી, સાતમી ગાંઠ બાંધે. તમારા એ સ્વજનો તમારી એક ગાંઠ ખોલવાને બદલે એના ઉપર બીજી ગાંઠ મારે!

વિચાર કરો,

તમારી lifeમાં તમારા 8 કર્મોને વધારે એવા પાત્રો વધારે હોવા જોઈએ કે તમારી ગાંઠને ખોલે એવા ગુરુ અને પ્રભુ હોવા જોઈએ?

ગાંઠ ઉપર ગાંઠ મારે એવા પાત્રો સાથેની મિત્રતા છેલ્લે જગતના અનેક પાત્રો સાથે શત્રુતા કરાવે છે.

ભગવાને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં દર્શાવ્યું છે કે, કેટલાંક શિષ્ય એવા હોય જે શાંત ગુરુને પણ ક્રોધિત કરી દે અને કેટલાંક શિષ્ય એવા હોય, જે પોતાના વિનયયુક્ત વ્યવહારથી ક્રોધિત ગુરુને પણ શાંત કરી દે.

જેમની આસપાસ ગાંઠ ખોલવાવાળા પાત્રો વધારે હોય, તેણે સમજી લેવાનું કે, તેના 8 કર્મો ક્ષય થશે અને એની મોક્ષયાત્રા સફળ થશે.

જેને બાંધેલી ગાંઠ છોડતાં વાર નહીં, તેનો મોક્ષ થતાં વાર નહીં, જેને SORRY કહેતાં વાર લાગે, તેના માટે મોક્ષના દ્વાર પર પણ લખ્યું હોય, SORRY, NO ENTRY!’

ક્યારેક ‘Let go’ નામનો એક નાનકડો મંત્ર પણ નમસ્કાર મહામંત્ર કરતાં મોટો મંત્ર બની જાય છે.

‘જવા દે ને!’ આ નાનકડો મંત્ર કોણ બોલી શકે?

જેની છોડવાની તૈયારી હોય!

જેની છોડવાની તૈયારી હોય, એ જ ક્ષમાદાન આપી શકે, એ જ let go કરી શકે!

સંસારમાં છો, કોઈક ને કોઈક ઘટના તો બનવાની જ છે, પણ તમારે તમારા mindમાં બે gates રાખવાનાં, એક entryનો અને એક exitનો! કાંઈ પણ entry થાય, તરત જ બીજા gateથી exit કરી દેવાનું!

મારા જીવનનો એક મંત્ર છે, એને તમે તમારી હશરયનો મહામંત્ર બનાવી દો…

Mind અને brainમાં કાંઈ stuck નહીં થાય, કોઈ stock ભેગો નહીં થાય એટલે ગાંઠ બની જ નહીં શકે!

તમારા divine mindમાં બીજાનો ગુસ્સો, jealousy, comparision અને દ્વેષનો કચરો ભરી એને dumping yard ન બનાવો.

જેવું આવે, એવું છોડતાં જાવ! જો છોડવાની તૈયારી હશે તો stock જમા નહીં થાય અને તમારા ચહેરા પર સદાય હળવાશ અને પ્રસન્નતા હશે.

તમે tug of war જોઈ હશે.

એમાં બે team હોય છે, જે એક મોટા દોરડાને પકડે છે અને બંને team દોરડાંને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરતાં હોય છે,

જે દોરડાંને પકડી રાખે છે, તે અંતે પડે છે અને જે છોડી દે છે, તે સમજુ હોય છે, તે life માં ક્યારેય પડતાં નથી.

આજે સંવત્સરી પહેલાં, મનમાં જેટલી ગાંઠો છે એને છોડી નાંખો, પ્રભુ અને ગુરુ સમક્ષ confession કરી લો. અને બધાં જીવોને ક્ષમાદાન આપી દો. બધાં જીવો પ્રત્યે પ્રેમ અને મૈત્રીભાવ પ્રગટાવી દો.

આજે પ્રભુને કહી દો, પ્રભુ! મારો જેટલો ભૂતકાળ વિત્યો છે, એ મારો ભૂતકાળ નથી પણ મારી ભૂલોનો કાળ છે.

પ્રભુ! મારા એ ભૂલકાળની હું આજે ક્ષમા માગી, મારી અંદરની બધી ગાંઠોને ખોલી નાખું છું, જે જેવા છે, તે તેના કર્મ પ્રમાણે છે. મારે મારા કર્મ વધારવા નથી!

પથ્થર ફેંકી દેવા માટે હોય અને gift રાખવા માટે હોય, એમ કોઈની bad images, કોઈની negativity, કોઈનો દુર્ભાવ, કોઈનો દુર્વ્યવ્યહાર છોડી દેવા માટે હોય છે અને કોઈની સારી શળફલય, સદ્ગુણો અને સદ્વ્યવહાર રાખવા માટે હોય છે.

જ્યારે દ્વેષની ગાંઠ છૂટે, ત્યારે sorry થાય. જ્યારે સ્વાર્થની ગાંઠ છૂટે, ત્યારે પરમાર્થ થાય. જ્યારે પરિગ્રહની ગાંઠ છૂટે, ત્યારે દાન થાય.

જે અક્કડ રહે છે અને પક્કડ રાખે છે, તે સંસારના પરિભ્રમણમાં અટકી જાય છે. જે ઝૂકે છે, જે ક્ષમાદાન આપે છે, તે મોક્ષયાત્રામાં આગળ વધે છે.

માટે જ, છોડવાની તૈયારી હોવી જોઈએ.

ભૂલ એની હતી કે ભૂલ મારી હતી. મારે એના judge બનવું નથી, મારે તો એને ક્ષમા આપી જૈન બનવું છે.

બધું જ છોડવાની તૈયારી રાખો અને કર્મોના બંધનથી મુક્ત થવાનો પુરુષાર્થ કરો, એ જ પર્યુષણ મહાપર્વનો બોધ છે.

શ્રેષ્ઠ એવા પ્રભુને ક્યારે પામી શકાશે?

શ્રેષ્ઠત્તમ એવા મોક્ષની પ્રાપ્તિ ક્યારે કરી શકાશે?

જ્યારે તુચ્છ અને સામાન્ય એવું બધું છોડવાની તૈયારી હોય!

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?