વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
વર્ષો પહેલા રમાતી અને બાદમાં ઓલિમ્પિક્સમાંથી દૂર કરવામાં આવેલી વિશિષ્ટ રમતની ઓળખાણ પડી? ૨૦૨૮ના ઓલિમ્પિક્સમાં ફરી દાખલ કરવાની દરખાસ્ત છે.
અ) ટગ ઓફ વોર બ) ક્રોકેટ ક) લેક્રોસ ડ) પેલોટા

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
પ્રખર સામનો
પ્રચંડ ઉગ્ર
પ્રત દ્વારપાળ
પ્રતિકાર નકલ
પ્રતિહાર પુષ્કળ

ગુજરાત મોરી મોરી રે
પ્રખ્યાત સ્તવનની પંક્તિમાં ખૂટતો શબ્દ જણાવો.
‘મૈત્રીભાવનું ——– ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે…’
અ) ખળખળ બ) વહેતું ક) પવિત્ર ડ) અમૃત

જાણવા જેવું
ઋતુ પ્રમાણે પક્ષીઓ સ્થળાંતર કરે છે. ઉત્તર ધ્રુવ પ્રદેશમાં બહુ જ ઠંડી હોય ત્યારે ત્યાંના પક્ષી દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં જઈ વસે છે. પક્ષીઓ અંદાજે બાવીસ હજાર માઈલનું સ્થળાંતર કરે છે. પક્ષીઓની આયુ મર્યાદા સ્થળ અને જાતિ અનુસાર અલગ અલગ હોય છે. આલ્બાટ્રોસ નામનું પંખી ૭૩ વર્ષ જીવે છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ટેસ્ટ ક્રિકેટના ૧૦૦ વર્ષથી વધુ જૂના ઈતિહાસમાં ક્યા બોલરે સૌપ્રથમ હેટ – ટ્રીક (સળંગ ત્રણ બોલમાં ત્રણ વિકેટ)ની સિદ્ધિ મેળવી હતી એ જણાવો.
અ) રે લિન્ડવોલ
બ) જ્યોર્જ લોહમેન
ક) ટોમ ગોડાર્ડ
ડ) ફ્રેડ સ્પોફોર્થ

નોંધી રાખો
આજના સમયમાં જિંદગી નાની નથી પણ લોકો જીવવાનું મોડું શરૂ કરે છે. પછી થાય છે એવું કે કંઈ સમજણ પડે ત્યાં સુધી એમનો સમય પૂરો થઈ જવા આવ્યો હોય છે.

માઈન્ડ ગેમ
આપણા દેશમાં રેલવે લાઈનનો વિસ્તાર અત્યંત વિશાળ છે. આજની તારીખમાં કયા રાજ્યમાં રેલવે લાઈન છે જ નહીં એ શોધી જણાવી શકશો?
અ) ગોવા બ) આસામ
ક) સિક્કિમ ડ) મણિપુર

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
હકૂમત સત્તા
હડધૂત તિરસ્કાર
હણવું મારી નાખવું
હય ઘોડો
હરીફ પ્રતિસ્પર્ધી

ગુજરાત મોરી મોરી રે
નૃપ

ઓળખાણ પડી
પનામા હેટ

માઈન્ડ ગેમ
દિલ્હી

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સોવિયેત યુનિયન

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) નીતા દેસાઈ (૩) મુલરાજ કપૂર (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) સુરેખા દેસાઈ (૬) ભારતી પ્રકાશ કટકિયા (૭) ધીરેન્દ્ર ઉદેશી (૮) સુભાષ મોમાયા (૯) ભારતી બુચ (૧૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) પ્રવીણ વોરા (૧૩) લજિતા ખોના (૧૪) પુષ્પા પટેલ (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) નિખિલ બંગાળી (૧૮) અમીશી બંગાળી (૧૯) મીનળ કાપડિયા (૨૦) શિલ્પા શ્રોફ (૨૧) ભાવના કર્વે (૨૨) અશોક સંઘવી (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મહેશ દોશી (૨૬) રજનીકાંત પટવા (૨૭) અંજુ ટોલિયા (૨૮) દેવેન્દ્ર સંપટ (૨૯) જગદીશ ઠક્કર (૩૦) હર્ષા મહેતા (૩૧) રમેશ દલાલ (૩૨) હિના દલાલ (૩૩) ઈનાક્ષી દલાલ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) મનીષા શેઠ (૩૬) ફાલ્ગુની શેઠ (૩૭) અરવિંદ કામદાર (૩૮) પુષ્પા ખોના (૩૯) કલ્પાના આશર (૪૦) નિતીન બજરિયા (૪૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૨) શીરીન ઔરંગાબાદવાલા (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) અબ્દુલ્લા એફ. મુનીમ (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) કિશોેર બી. સંઘરાજકા (૪૭) મહેશ સંઘવી

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?