નવી દિલ્હી: સોમવારે ભારતના ગ્રેટર નોઇડામાં ન્યૂ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટની શ્રેણી શરૂ થશે. નવાઈની વાત એ છે બન્ને દેશ પહેલી જ વખત ટેસ્ટ-ક્રિકેટમાં સામસામે આવી રહ્યા છે. આ મૅચ સવારે 10.00 વાગ્યે શરૂ થશે.
અફઘાનિસ્તાનને 2018માં ટેસ્ટ-ક્રિકેટનો દરજ્જો મળ્યો હતો અને અત્યાર સુધીમાં એની કુલ નવ ટેસ્ટ મૅચ રમાઈ છે.
અફઘાનિસ્તાનની ટેસ્ટ ટીમ ભારત, બાંગ્લાદેશ, આયરલૅન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામે રમાઈ છે, પરંતુ ન્યૂ ઝીલૅન્ડ સામે અફઘાન ક્રિકેટર્સ પહેલી જ વખત ટેસ્ટ રમશે.
હશમતુલ્લા શાહિદી અફઘાનિસ્તાનનો કૅપ્ટન છે અને ટીમમાં ત્રણ નવોદિતનો સમાવેશ છે. ઓપનર રિયાઝ હાસન, ઑલરાઉન્ડર શમસુરાહમ અને પેસ બોલર ખલીલ અહમદ પહેલી જ વખત ટેસ્ટ રમશે.
અફઘાનની ટીમમાં ઇબ્રાહિમ ઝડ્રાન, રેહમત શાહ, અફસર ઝઝાઈ (વિકેટકીપર), અઝમુતુલ્લા ઓમરઝાઈ, ઝિયા-ઉર-રહમાન વગેરેનો પણ સમાવેશ છે.
ટિમ સાઉધીના સુકાનમાં રમનારી કિવીઓની ટીમમાં કેન વિલિયમસન, ડેવૉન કૉન્વે (વિકેટકીપર), ટૉમ લૅથમ (વિકેટકીપર), વિલ યંગ, ડેરિલ મિચલ, ગ્લેન ફિલિપ્સ, રાચિન રવીન્દ્ર, મિચલ સૅન્ટનર, એજાઝ પટેલ, મૅટ હેન્રી વગેરે સામેલ છે.
Taboola Feed