મનોરંજન

The vaccine war: ગાંધી જયંતી નિમિત્તે ધ વેક્સિન વોર ફિલ્મની ખાસ ઓફર: વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરી આપી માહિતી

મુંબઇ: વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ધ વેક્સિન વોર રિલીઝ થઇ ચૂકી છે. પાંછલાં કેટલાંય દિવસોથી ચર્ચામાં રહેલ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તેનો જાદૂ બતાવી શકી નથી. ત્યારે હવે ગાંધી જયંતી નિમિત્તે વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મ માટે એક ખાસ ઓફર આપી છે. ટ્વીટ કરીને વિવેક અગ્નિહોત્રીએ આ વાતની જાણકારી આપી છે.

વિવેક અગ્નિહોત્રીએ ધ વેક્સિન વોર આ ફિલ્મની ટિકીટ માટે બાય વન ગેટ વન ફ્રિ ની ઓફર રાખી છે. વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરી કહ્યું કે, આજે રવિવાર અને ગાંધી જયંતીની રજા નિમિત્તે તમારા પરિવાર સાથે #theVaccineWar જુઓ અને મફત ટિકીટ મેળવો. આ ફ્રિ ટિકીટ તમારા ઘરમાં કામ કરનાર મેડ અથવા તો કોઇ સ્ત્રી કે છોકરીને આપો. તમને પણ આનંદ મળશે.



વિવેક અગ્નિહોત્રીએ ધ વેક્સિન વોર આ ફિલ્મનું પોસ્ટર શેર કરી આ સંદર્ભે જાણકારી આપી હતી. આ પોસ્ટર પર નારી શક્તી હી ભારત શક્તી હૈ એમ લખેલું દેખાય છે. ભારતીય સાયન્ટીસ્ટ્સના સંઘર્ષની વાત તમારા પરિવાર સાથે જુઓ. તેમના આ પોસ્ટર પર લોકોને તમારી આ બધી જ વાતો ખબર છે, ફિલ્મમાં દમ હોત તો ઓફર રાખવાની જરુર ના પડી હોત જેવી કમેન્ટ નેટ યુઝર્સે કરી છે.

ધ વેક્સિન વોર આ ફિલ્મ 28મી સપ્ટેમ્બર 2023ના રોજ રીલીઝ થઇ છે. રિલીઝના પહેલા દિવસે આ ફિલ્મે માત્ર 0.85 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે 0.9 કરોડ, ત્રીજા દિવસે 1.75 કરોડ અને ચોથા દિવસે 2.50 કરોડની કમાણી કરી છે. સરવાળે રીલીઝના 6 દવિસમાં આ ફિલ્મે છ કરોડની કમાણી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button