સ્પોર્ટસ

દુલીપ ટ્રોફીમાં માનવ સુથારના સપાટા પછી અક્ષર ફરી અસરદાર રમશે?

રિયાન પરાગ અને કેએલ રાહુલની શનિવારે કસોટી

અનંતપુર/બેન્ગલૂરુ: દુલીપ ટ્રોફીમાં ચાર દિવસના પ્રથમ મુકાબલામાં અનંતપુરમાં ઇન્ડિયા-સી અને ઇન્ડિયા-ડી વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો છે. આ મુકાબલામાં ખાસ કરીને બે લેફ્ટ-આર્મ સ્પિનર ગુજરાતના અક્ષર પટેલ અને રાજસ્થાનના માનવ સુથાર વચ્ચે ચડિયાતા પુરવાર થવા માટેની હરીફાઈ જામી છે.

આ પણ વાંચો: 19 વર્ષના બૅટરે સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ સ્કોર ઓળંગી લીધો

ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં ઇન્ડિયા-સીએ બાબા ઇન્દ્રજિતના 72 રનની મદદથી 168 રન બનાવ્યા હતા અને ફક્ત ચાર રનની સરસાઈ મેળવી હતી. ઇન્ડિયા-ડીના હર્ષિત રાણાએ ચાર વિકેટ ઉપરાંત અક્ષર પટેલ અને સારાંશ જૈને બે-બે વિકેટ લીધી હતી. ઇન્ડિયા-ડીએ પ્રથમ દાવના 164 રન બાદ શુક્રવારે બીજા દિવસની રમતના અંત સુધીમાં બીજા દાવમાં આઠ વિકેટે 206 રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન શ્રેયસ ઐયરના 54, દેવદત્ત પડિક્કલના 56 રન અને રિકી ભૂઈના 44 રનનો સમાવેશ હતો. પહેલા દાવમાં 86 રન બનાવનાર અક્ષર 11 રને રમી રહ્યો હતો. ટીમ-સીના માનવ સુથારે માત્ર 30 રનમાં પાંચ વિકેટ લીધી હતી.

હવે અક્ષર પટેલ શનિવારે બીજા દાવમાં વધુ કેટલા રન બનાવશે એના પર આધાર છે. બીજી બાજુ, ઇન્ડિયા-સીને ટાર્ગેટ અપાયા બાદ ટીમ-ડીનો અક્ષર પટેલ બોલિંગમાં તેમને ફરી કેટલો ભારે પડે છે એના પર સૌની નજર રહેશે. જોકે અક્ષરની સાથે હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ વગેરે બોલર્સ પણ ઇન્ડિયા-સીને વિજયથી વંચિત રાખી શકશે.

આ પણ વાંચો: ‘કોઈ બાપુને કહો કે ટી-20 વર્લ્ડ કપ પૂરો થઈ ચૂક્યો છે’…અક્ષર પટેલ વિશે કોણે કરી આ કમેન્ટ?

બેન્ગલૂરુમાં ઇન્ડિયા-બીએ મુશીર ખાનના 181 રન તથા નવદીપ સૈનીના 56 રનની મદદથી 321 રન બનાવ્યા બાદ બીજા દિવસની રમતના અંત સુધીમાં ઇન્ડિયા-એ ટીમ બે વિકેટે 134 રન બનાવ્યા હતા. રિયાન પરાગ 27 રને અને કેએલ રાહુલ 23 રને રમી રહ્યા હતા. શનિવારે તેઓ વધુ કેટલા રન બનાવશે એના પરથી મૅચનું ભાવિ નક્કી થઈ શકે.

ઓપનર મયંક અગરવાલ 36 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. બન્ને વિકેટ ઇન્ડિયા-બીના નવદીપ સૈનીએ લીધી હતી.

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?