આમચી મુંબઈ

Shivaji Maharaj Statue Collapse: ફડણવીસ ભડક્યાઃ ‘વિપક્ષોને દુ:ખ ન થયું , રાજકીય રોટલા શેક્યા’

મુંબઈ: સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી ત્યાર બાદ મોટો હોબાળો થયો હતો અને ખાસ કરીને વિપક્ષો દ્વારા આ મામલે સરકારની આકરી ટીકા કરી વિરોધ પ્રદર્શન અને મોરચાઓ પણ કાઢવામાં આવ્યા હતા. આ મામલે હવે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ આઘાડી પર ટીકાસ્ત્રો છોડ્યા હતા અને શિવાજી મહારાજના નામે રાજકારણ કરવા બદલ મહાવિકાસ આઘાડીના પક્ષોને વખોડ્યા હતા. ફડણવીસે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ એ મરાઠી માણસો, મહારાષ્ટ્ર અને તમામ હિંદુ સમાજના આરાધ્ય છે. આ ઘટના બનવાથી મહારાષ્ટ્રની જનતા અને શિવપ્રેમીઓને એટલું જ દુ:ખ થયું જેટલું દુ:ખ આપણને આપણા ભગવાનની પ્રતિમા તૂટે ત્યારે થાય છે. જોકે, આ મુદ્દા પર જે રીતે રાજકારણ કરાયું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. પ્રતિમા તૂટી પડ્યા બાદ તેના ફોટા અને વીડિયો વાઇરલ કરવામાં આવ્યા. જ્યારે હું વિપક્ષ સામે જોઉં છું ત્યારે પ્રશ્ર્ન થાય છે કે તેમને દુ:ખ થયું કે રાજકારણ કરવા માટેનો મોકો મળ્યો? મને તો તેમને મોકો મળી ગયો હોય તેવું જ લાગ્યું.

મહારાજે સૂરત લૂંટ્યું નહીં, સૂરત પર હલ્લાબોલ કર્યો

છત્રપતિ શિવાજી મહારાજે સૂરત શહેર લૂંટ્યું એવો ખોટો ઇતિહાસ લોકો સામે મૂકવા બદલ ફડણવીસે કૉંગ્રેસની ટીકા કરતા કહ્યું કે શિવાજી મહારાજે સૂરત લૂંટ્યું નહોતું. તેમણે સૂરત પર બે વખત હલ્લાબોલ કર્યો હતો. અબ્દાલી, તૈમુર લંગ, અલ્લાઉદ્દીન જે કરતા હતા, તેને લૂંટ કહેવાય. શિવાજી મહારાજે સામાન્ય જનતાને હાથ પણ લગાવ્યો હતો કે શું?

મહારાજને લૂંટારું કહે તે શરદ પવારને ચાલશે?

ફડણવીસે શરદ પવારની ટીકા કરતા કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજને લૂંટારું કહેવા એ શરદ પવારને ચાલશે કે? મારા મહારાજા શિવાજી લૂંટારું નહોતા. તેમણે સામાન્ય પ્રજાને ક્યારેય રંજાડી નહોતી.

પહેલા પ્રયત્નમાં પરિક્ષા પાસ કરવાની શરત કાઢો

ટૂંક સમયમાં પાલિકામાં 20,000 પદોની ભરતી થવાની છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે મુંબઈના પાલિકા કમિશનરને પરિક્ષાના નિયમો હળવા કરવાની વિનંતી કરી હતી. નોકરી માટે પરિક્ષા આપનારા ઉમેદવારે પહેલા જ પ્રયત્નમાં દસમા ધોરણની અને ગ્રેજ્યુએશન(સ્નાતક પદવી)ની પરિક્ષા પાસ કરી હોવી જોઇએ આ શરત હટાવવાની વિનંતી ફડણવીસે કરી હતી. આ અંગે ફડણવીસે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ગગરાણીને પત્ર લખ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી