તુર્કીની સંસદ પાસે આત્મઘાતી હુમલો આતંકીએ ખુદને બૉમ્બથી ઉડાવ્યો
અંકારાઃ તુર્કીની સંસદ નજીક મોટા આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલો સંસદના સત્રની શરૂઆત પહેલા થયો હતો. હુમલામાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ત્યાં બે આતંકવાદીઓ હતા, જેમાંથી એકને સુરક્ષા દળોના વળતા ગોળીબારમાં ઠાર કરવામાં આવ્યો હતો અને બીજાએ પોતાની જાતને ઉડાવી દીધી હતી.
તુર્કીની સંસદ નજીક આત્મઘાતી હુમલો થયો છે. તુર્કીના ગૃહ મંત્રાલયે આ હુમલાને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો છે. મંત્રાલયે કહ્યું કે સંસદની નજીક બે આતંકીઓ હતા. તેમાંથી એક સુરક્ષા દળો સાથેના ગોળીબારમાં માર્યો ગયો હતો અને બીજાએ સંભવતઃ બોમ્બ વડે પોતાની જાતને ઉડાવી દીધી હતી. તુર્કીમાં આ હુમલો ઉનાળાની રજા બાદ સંસદ ફરી શરૂ થવાના કલાકો પહેલા થયો હતો.. હુમલામાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
સ્થાનિક મીડિયા અનુસાર બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેઓ સ્થળ પર તપાસ કરી રહી છે. સંસદ નજીક આતંકી હુમલા બાદ આ વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આતંકી હુમલા બાદ આ વિસ્તારનો વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. પોલીસની ટીમ પણ આ વિસ્તારની તપાસમાં વ્યસ્ત છે. ઘટનાસ્થળે મેડિકલ ટીમ પણ મોકલવામાં આવી છે. આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.