ગુજરાતમાં સામાન્ય પ્રાણીની જેમ જ રસ્તા પર ફરી રહ્યા છે મગરો? Viral Video…

અમદાવાદ: સોશીયલ મીડિયા પ્લેટફોર્મ વાયરલ થઈ રહેલા વિડીયોનો ખજાનો છે. તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હશો તો તમે પણ આવા વાયરલ થઈ રહેલા અનેક વિડીયો જોયા હશે. હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થવા માટે ક્રિએટરો ખૂબ જ મહેનત કરતાં હોય છે તો ઘણી વખત આ માટે તેઓ ખતરનાક સ્ટંટ પણ કરતાં હોય છે. પરંતુ આ દરમિયાન ગુજરાતનો વાયરલ થઈ રહેલો આ વિડીયો હાલ ખૂબ જ ચર્ચામાં છે.

હાલમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક મોટો મગર રોડ પર લગાવેલા પોલીસ બેરિકેડ્સની બાજુમાં ચાલી રહ્યો હોવાના દ્રશ્યો છે. રસ્તા પરથી પસાર થતા લોકો પણ મગરને જોઇ રહ્યા છે. વીડિયોમાં આગળ જોવા મળે છે કે એ જ મગર ફૂટપાથની એક બાજુ શાંતિથી સૂઈ રહ્યો છે. મગરને આ રીતે રસ્તા પર ચાલતા જોયા બાદ લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાલ વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈંસ્ટાગ્રામ પર ghantaa નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વિડિયો પર ટેક્સ્ટ લેયર કરીને લખવામાં આવ્યું છે કે, ‘એવરેજ ડે ઇન ગુજરાત.’ આ સમાચાર લખાય છે ત્યાં સુધી 6 લાખ 65 હજાર લોકો વીડિયો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ લોકોએ ફની કમેન્ટ્સ પણ કરી છે.
એક યુઝરે લખ્યું- આવો મગર ભાઈ. અન્ય એક યુઝરે લખ્યું- આપણું વડોદરા ગુજરાત નથી. ત્રીજા યુઝરે લખ્યું- ભાઈ, ખાતી-પીતી વખતે તે ઘર તરફ જુએ છે. ચોથા યુઝરે લખ્યું- સાંજે વોક માટે બહાર ગયો. અન્ય યુઝરે લખ્યું- તેને બાફેલા ઈંડા જોઈએ છે. મગરનો આ વીડિયો ક્યારનો છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.