નેશનલ

કાશ્મીર ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો; ‘મંદિરોના વિકાસથી લઈને કાશ્મીરી પંડિતોને લઈને આપ્યા વચનો….’

શ્રીનગર: ભાજપે જમ્મુ-કાશ્મીર રાજ્યની ચુંટણીને લઈને પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કરતાં નેશનલ કોન્ફરન્સના ચૂંટણી ઢંઢેરાને લઈને પણ નિવેદન આપ્યું હતું. અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ માટે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું કે કલમ 370 મામલે કોંગ્રેસનું નેશનલ કોન્ફરન્સને મૌન સમર્થન છે પણ કલમ 370 હવે ઇતિહાસ બની ચૂકી છે અને તે કોઇ કાળે પાછી નહીં આવે.

આ પણ વાંચો : “વિધાનસભા ચૂંટણીથી ભાજપમાં છે ડરનો માહોલ” અભિષેક મનુ સંઘવીનો દાવો…

ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મેં નેશનલ કોન્ફરન્સનો મેનિફેસ્ટોને વાંચ્યો, જેમાં ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. તેને કોંગ્રેસનું પણ સમર્થન છે. અમિત શાહે કહ્યું કે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે હવે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ક્યારેય પાછી નહીં આવે. આ કલમને કારણે જ આતંકવાદ હતો. કેન્દ્રીય મંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 10 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.સાથે જ તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરે લાંબા સમયથી બોમ્બ વિસ્ફોટ અને મશીનગનના અવાજ સાંભળ્યા છે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે.

ભાજપના ચૂંટણી ઢંઢેરાના મહત્વના મુદ્દા:

  • શાંતિપૂર્ણ, સુરક્ષિત અને વિકસિત જમ્મુ અને કાશ્મીરનું નિર્માણ,
  • કાશ્મીરી પંડિતો અને શીખોના 6000 લોકોના પુનર્વાસ પર ધ્યાન
  • મહિલા વિકાસ પર હશે કેન્દ્ર, માતાઓને દર વર્ષે 18 હજાર રૂપિયા આપશે,
  • ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓને બે સિલિન્ડર મફત આપવામાં આવશે,
  • કોલેજના વિદ્યાર્થીઓને 3,000 રૂપિયાનું મુસાફરી ભથ્થું આપવામાં આવશે,
  • યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રૂ. 10,000 નું વળતર મળશે,
  • પીર પંજાલ, જમ્મુ તરફના વિદ્યાર્થીઓને ટેબલેટ અને લેપટોપ આપશે.
  • જમ્મુને પહેલગામ કરતાં વધુ સારું પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે,
  • દાલ લેકને વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ પ્લેસ બનાવશે,
  • શ્રીનગરમાં એક સૌથી અનોખો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવાશે,
  • જમ્મુની નદીઓને રિવરફ્રન્ટ ટુરિસ્ટ પ્લેસ બનાવશે,
  • જમ્મુ અને શ્રીનગર બંને શહેરોમાં મેટ્રો પણ ટૂંક સમયમાં દોડશે,
  • આતંકવાદથી ધ્વસ્ત થયેલા મંદિરોને વિકસાવાશે,
  • સત્તામાં આવ્યા બાદ આતંકવાદ પર શ્વેતપત્ર બહાર પાડશે,
  • આતંકવાદ સંલગ્ન કાયદાને વધુ કડક બનાવીશું

ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતાં કેન્દ્રીય ગૃહમંત્રીએ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે શું તેઓ નેશનલ કોન્ફરન્સના એજન્ડા સાથે સહમત છે કે જે બે એક દેશમાં બે ધ્વજની વાત કરે છે. શાહે કહ્યું કે કોંગ્રેસે એ પણ જણાવવું જોઈએ કે શું તે કલમ 370 પર નેશનલ કોન્ફરન્સના સ્ટેન્ડનું સમર્થન કરે છે. શાહે કહ્યું કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનો એજન્ડા ફરી આતંકવાદ તરફ લઈ જઈ રહ્યો છે.

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?