અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદમાં ડિલિવરી થાય તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું 200 કિલોનું MD ડ્રગ્સ: ત્રણ આરોપીની ધરપકડ…

અમદાવાદઃ ગુજરાતના દરિયાકિનારેથી ઝડપાઇ રહેલા ડ્રગ્સે રાજ્યના યુવાધનના ભવિષ્યને લઈને ચિંતા પેદા કરી છે. ત્યારે અમદાવાદ શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સ સહિત 200 કિલો ગાંજો ઝડપતા ખળભળાટ મચી ગયો છે. ઓડિશાથી ટ્રકમાં ભરીને લાવવામાં આવેલા 200 કિલો ગાંજો અને ડ્રગ્સ આરોપીઓ ડિલિવરી કરે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી આ જથ્થો કોને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ઓડિશાના ત્રણ શખસની ધરપકડ:
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તેમના સૂત્રો પાસેથી બાતમી મળી હતી અને તેના આધારે ટ્રક ઝડપી હતી. જેમાં તપાસ કરતા ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. અંદાજે રૂ. 200 કિલોથી વધુ ગાંજો અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો અને ડ્રગ્સના આ જથ્થા સાથે ઓડિશાના ત્રણ શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં લાવેલા આ જથ્થો અમદાવાદની વટવા GIDCમા ડિલિવરી કરવાના હતા. પરંતુ ડિલિવરી થાય તે પૂર્વે જ ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ દેશના અન્ય રાજ્યોમાં પણ ડિલિવરી કરીને આવ્યા હોવાની પોલીસને શંકા છે. જેથી તે મામલે તપાસ કરવામાં આવશે.

ડિલિવરી આપવાના હતા તેની થશે તપાસ:
આ ઉપરાંત વટવા GIDCમાં જે વ્યક્તિને ડિલિવરી આપવાના હતા તેની પણ તપાસ કરવામાં આવશે. અમદાવાદમાં અન્ય કોઈ જગ્યાએ ડિલિવરી આપવામાં હતા કે કેમ અને અગાઉ પણ આ રીતે ગાંજા અને ડ્રગ્સની ડિલિવરી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ફિલીપાઇન્સ મહિલાની 2.121 કિલો હેરોઇન સાથે ધરપકડ:
અગાઉ એરપોર્ટ પરથી નાર્કોટિક્ટસ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક ફિલીપાઇન્સ મહિલાની 2.121 કિલો હેરોઇન સાથે ધરપકડ કરી હતી. ફિલીપાઇન્સથી જીનાલીન પડિવાન લિમોન નામની મહિલા સ્કૂલ બેગમાં 2.121 કિલો ડ્રગ્સ લઇને એરપોર્ટ પરથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહી હતી. NCBની ટીમે એરપોર્ટથી બહાર નીકળતા જ તેની ધરપકડ કરી લીધી હતી.

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?