શેર બજાર

સતત બીજા સત્રમાં પીછેહઠ: સેન્સેક્સ ૧૫૦ પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી ૨૫,૧૫૦ની નીચે સરક્યો, બોનસ શૅરની મંજૂરી છતાં રિલાયન્સ તૂટ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે સ્થાનિક સ્તરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરમાં વેચવાલીનું દબાણ વધવાથી સતત બીજા દિવસે શેરબજાર ગબડ્યું હતું. સેન્સેક્સમાં ૧૫૦ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું જ્યારે નિફ્ટી ૨૫,૧૫૦ની નીચે સરકી ગયો હતો. સેકટરદીઠ આઇટી શેરોમાં વધારા અને રિયલ્ટી શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

સત્રને અંતે સેન્સેક્સ ૧૫૧.૪૮ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા ઘટીને ૮૨,૨૦૧.૧૬ પર અને નિફ્ટી ૫૩.૬૦ પોઈન્ટ અથવા ૦.૨૧ ટકા ઘટીને ૨૫,૧૪૫.૧૦ પર હતો. કુલ ટ્રેડેડ શેરોમાં લગભગ ૨૧૮૫ શેર વધ્યા હતા અને ૧૫૮૫ શેર ગબડ્યા હતા, જ્યારે ૯૯ શેર મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર એક ટકા જેવો તૂટીને ટોપ લુઝર બન્યો હતો, જ્યારે અન્ય સૌથી વધુ ઘટનારા ટોચના શેરોમાં ટાટા મોટર્સ, નેસ્લે, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, લાર્સન એન્ડ ટૂબ્રો, જેએસડબલ્યુ સ્ટીલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ હતો. ટોપ ગેઇનર્સની યાદીમાં ટાઇટન, આઇટીસી, ઇન્ફોસિસ, એચસીેલ ટેકનોલોજી, ટાટા સ્ટીલ અને સ્ટેટ બેન્કનો સમાવેશ હતો.

રિલાયન્સના ડિરેકટસ૪ બોર્ડે ૧:૧ ના પ્રમાણમાં બોનસ શેર માટે મંજૂીર આપી દીધી છે. પીએન ગાડગીલ જ્વેલર્સ રૂ. ૧,૧૦૦.૦૦ કરોડનો બુક બિલ્ટ ઈશ્યુ સાથે ૧૦મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશ કરશે. આ ઈશ્યુ રૂ. ૮૫૦ કરોડના ૧.૭૭ કરોડની ફ્રેશ ઇક્વિટી અને રૂ. ૨૫૦ કરોડના ઓએફએસનું સંયોજન છે. સબસ્ક્રિપ્શન ૧૨મીએ બંધ થશે. ફાળવણી ૧૩મીએ અને લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ પર ૧૭મીએ થવાની અપેક્ષા છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૪૫૬થી રૂ. ૪૮૦ છે. લઘુત્તમ લોટ સાઈઝ ૩૧ શેર છે.

રેમન્ડ લાઇફ સ્ટાઇલનો શેર એનએસઇ પર રૂ. ૩૦૨૦ના ભાવે લિસ્ટેડ થયો હતો. ટોલિન્સ ટાયર્સ લિમિટેડ નવમી સપ્ટેમ્બરે કુલ રૂ. ૨૩૦ કરોડના જાહેર ભરણાં સાથે મૂડીબજારમાં પ્રવેશ કરી રહી છે, કંપની રૂ.૨૦૦ કરોડના નવા શેર જારી કરી રહી છે. જ્યારે, ઓએફએસ હેઠળ રૂ. ૩૦ કરોડના મૂલ્યના શેર વેચી રહ્યા છે. રિટેલ રોકાણકારો મહત્તમ ૮૫૮ શેર માટે બિડ કરી શકે છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૨૧૫થી રૂ. ૨૨૬ નક્કી થઇ છે.

ટોચના નિફ્ટી ગેઇનર્સમાં ટાઇટન કંપની, એલટીમાઇન્ડટ્રી, વિપ્રો, બીપીસીએલ અને આઇટીસીનો સમાવેશ હતો, જ્યારે સૌથી વધુ ઘટનારા ટોચના શેરોમાં કોલ ઇન્ડિયા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ હતો. સેક્ટોરલ મોરચે, કેપિટલ ગુડ્સ, પાવર, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટીમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે મેટલ, આઇટી, ટેલિકોમ અને મીડિયામાં ખરીદી જોવા મળી હતી. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ ૦.૩ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫ ટકા વધ્યા હતા.

સેક્ટોરલ ગેઇનર્સમાં, નિફ્ટી મીડિયા ૦.૮ ટકાના ઉછાળા સાથે આગળ રહ્યો હતો. નિફ્ટી ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને નિફ્ટી આઇટી અનુક્રમે ૦.૬૬ ટકા અને ૦.૫ ટકાના વધારા સાથે ત્યાર પછીના ક્રમમાં હતા. નિફ્ટી મેટલ અને નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સ પણ ૦.૩ ટકા વધ્યા હતા. પીછેહઠમાં જોઇએ તો, નિફ્ટી રિયલ્ટીમાં ૧ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી ઓટો અને ઓઇલ એન્ડ ગેસ દરેક ૦.૪ ટકા ઘટ્યા હતા.

યુએસ ફ્યુચર્સ ઉંચા ગયા, પરંતુ જાપાનમાં થયેલા નુકસાનને પગલે મોટાભાગના એશિયન શેરબજારોનો સુધારો ધોવાઇ ગયો હતો. રોકાણકારો હવે આગામી ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે, જેમાં વીકલી અનએપ્લોયમેન્ટ કલેઇમ્સ અને શુક્રવારના નોનફાર્મ પેરોલ્સ ડેટાનો સમાવેશ થાય છે. અમેરિકા સોફ્ટ લેન્ડિંગ તરફ આગળ વધી રહ્યું છે કે નહીં તેના સંકેત મેળવવા આ ડેટાની લોકો રાહ જોઇ રહ્યાં છે, કારણ કે ફેડરલ રિઝર્વે તેની નીતિને હળવી બનાવવાનું વિચારી રહી છે.

બીએસઇ ઇન્ડેક્સમાં રિયલ્ટી ૦.૯૫ ટકા, કેપિટલ ગુડ્સ (૦.૬૧ ટકા), ઇન્ડસ્ટ્રીયલ (૦.૩૮ ટકા), પાવર (૦.૩૭ ટકા) અને ઓઇલ એન્ડ ગેસ (૦.૩૦ ટકા) ઘટ્યા હતા. જ્યારે હેલ્થકેર, કોમોડિટીઝ, ક્ધઝ્યુમર ડિસ્ક્રિશનરી, ટેલિકોમ્યુનિકેશન, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી અને ટેકમાં વધારો થયો હતો.

એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યિો અને હોંગકોંગ નીચામાં સ્થિર થયા, જ્યારે શાંઘાઈ ઊંચા સ્તરે બંધ થયા. મધ્યસત્રના સોદામાં યુરોપિયન બજારો મોટે ભાગે નીચા મથાળે ટ્રેડ થઈ રહ્યા હતા. બુધવારે અમેરિકી બજારો મિશ્રિત નોંધ સાથે બંધ રહ્યાં હતાં. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ બુધવારે રૂ. ૯૭૫.૪૬ કરોડની ઇક્વિટી ખરીદી હતી. દરમિયાન, ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૧૪ ટકા વધીને ૭૩.૫૩ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

બુધવારે બીએસઇ બેન્ચમાર્ક ૨૦૨.૮૦ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા ઘટીને ૮૨,૩૫૨.૬૪ પર સેટલ થયો હતો. નિફ્ટી ૮૧.૧૫ પોઈન્ટ અથવા ૦.૩૨ ટકા ઘટીને ૨૫,૧૯૮.૭૦ પર આવી ગયો હતો. નિફ્ટીએ સતત ૧૪ દિવસમાં લગભગ ૧,૧૪૧ પોઈન્ટ અથવા ૪.૫૯ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો.

મેટલ, આઈટી, ટેલિકોમ શેરોમાં સૌથી વધુ વેચવાલી અને હેલ્થકેર ઈન્ડેક્સ સૌથી લેવાલી જોવા મળી હતી. બુધવારે બીએસઈ સેન્સેક્સ ગત મંગળવારના ૮૨,૫૫૫.૪૪ના બંધથી ૨૦૨.૮૦ પોઈન્ટ્સ (૦.૨૫ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ.૦.૪૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૫.૧૩ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૮૧,૮૪૫.૫૦ ખૂલીને ઊંચામાં ૮૨,૪૦૮.૫૪ સુધી અને નીચામાં ૮૧,૮૩૩.૬૯ સુધી જઈને અંતે ૮૨,૩૫૨.૬૪ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સની ૧૧ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૯ સ્ક્રિપ્સ ઘટી હતી. એક્સચેન્જમાં ૪,૦૪૭ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૧,૯૧૦ સ્ટોક્સ વધ્યા હતા, ૨,૦૪૩ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૯૪ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ?