સાસણ ગીર અભ્યારણ્ય 16મીથી ખુલશેઃ ઓનલાઇન બુકીંગ પ્રક્રિયા શરૂ
ગીર અભ્યારણ્ય 16મી ઓકટોબરથી સહેલાણીઓ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે સાસણ ગીર જંગલની સફારી માટે ઓનલાઇન બુકીંગ પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં સાસણ જંગલ સફારી પ્રવાસીઓ માટે 15 જુનથી બંધ કરી દેવામાં આવે છે
સૂત્રોના જણાવ્યા મુજબ સાસણ ગીર અભ્યારણ્યમાં 15મી જુનથી ચાર માસ માટે ચોમાસાની ઋતુને ધ્યાને લઇને બંધ રાખવામાં આવે છે હવે ચોમાસુ પુર્ણતાના આરે છે. ફરી ગીર અભ્યારણ્ય 16 ઓકટોબરથી ધમધમતું થઇ જશે અને સહેલાણીઓ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. સિંહોના તેમજ જંગલી પ્રાણીઓના મેટીંગ પીરીયડ હોય જેમાં તેમને ખલેલ ન પહોંચે જેથી પ્રવેશબંધી વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. જે આગામી ઓકટોબરથી ફરી ધમધમતું થવાની વન વિભાગ દ્વારા સાસણ જંગલ સફારી માટે ઓનલાઇન જ પરમીટ મળતી હોવાથી ઓનલાઇન બુકીંગ પરમીટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.