નેશનલ

સિક્કિમમાં મોટી દુર્ઘટના: સેનાનું વાહન ખીણમાં ખાબકતા ચાર જવાનના મોત

નવી દિલ્હી: દેશના પૂર્વોતર રાજ્ય સિક્કિમમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. જ્યાં ગુરુવારે સેનાનું એક વાહન ખીણમાં ખાબક્યું હતું, જેમાં ભારતીય સેનાના ચાર જવાનોના મોત થયાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં ઝુલુક તરફ જતી વખતે રેનોક રોંગલ સ્ટેટ હાઈવે પર દલોપચંદ દારા પાસે લગભગ 700 થી 800 ફૂટ ઊંડી ખીણમાં સેનાની ગાડી ખાબકી હતી. આ દુર્ઘટનામાં JCO સહિત ચાર જવાનોના મોત થયા છે.

આ પણ વાંચો: સરહદ વટાવીને પાકિસ્તાન પહોંચી ગયું ભારતીય સેનાનું ડ્રોન અને પછી…

હાલ પ્રાપ્ત વિગતો અનુસાર આજે ગુરુવારે સિક્કિમમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં સેનાનું એક વાહન ઊંડી ખીણમાં ખાબકયું હતું, જેના કારણે ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અકસ્માત સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં થયો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાના ચાર જવાનો ગુરુવારે પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના પાક્યોંગ જિલ્લાના જુલુક જઈ રહ્યા હતા. તે જ સમયે રેંક રોંગલી સ્ટેટ હાઈવે પર દલોપચંદ દારા પાસે સેનાનું એક વાહન લગભગ 700 થી 800 ફૂટ નીચે ખીણમાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં JCO સહિત ચાર જવાનોના મોત થયા છે.

આ પણ વાંચો: ભારતીય સેનાએ આતંકવાદી પર જાહેર કર્યું 20 લાખનું ઈનામ, 2 આતંકીઓના સ્કેચ જાહેર

મૃતકોમાં મધ્યપ્રદેશના ડ્રાઈવર પ્રદીપ પટેલ, મણિપુરના શિલ્પાકાર ડબલ્યુ પીટર, હરિયાણાના નાયક ગુરસેવ સિંહ અને તમિલનાડુના સુબેદાર કે. થંગાપાંડીનો સમાવેશ થાય છે. ડ્રાઈવર સહિત તમામ મૃતક સેનાના જવાનો પશ્ચિમ બંગાળના બીનાગુડીમાં એક યુનિટમાં તૈનાત હતા.

Show More

Related Articles

Back to top button
આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ?