પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

હરવિન્દરનો તીરંદાજીમાં ઐતિહાસિક ગોલ્ડ, પરમબીરનો એશિયન રેકૉર્ડ સાથે સુવર્ણ

પૅરાલિમ્પિક્સમાં પુરુષ ઍથ્લીટોએ ભારતનું નામ રોશન કર્યું

પૅરિસ: દિવ્યાંગ ઍથ્લીટ્સ-પ્લેયર્સ માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતે બુધવારે કુલ 24 મેડલ સાથે 2021ની ટોક્યો ઑલિમ્પિક્સના કુલ 19 ચંદ્રકો જીતવાનો રેકૉર્ડ તો પાર કરી જ લીધો છે, મહિલા ઍથ્લીટ્સ પછી હવે પુરુષ સ્પર્ધકો દેશને ગૌરવ અપાવવા લાગ્યા છે. હરવિન્દર સિંહ બુધવારે મોડી રાત્રે પૅરાલિમ્પિક્સની તીરંદાજીની હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો પ્રથમ પૅરા-આર્ચર બન્યો હતો. બીજી તરફ, ધરમબીર નામનો ભારતીય ઍથ્લીટ એશિયન રેકૉર્ડ સાથે ક્લબ-થ્રોની ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

આ પણ વાંચો: પૅરાલિમ્પિક્સનો મેડલ જીતનાર ભારતીય રનરને એક સમયે લોકો મેન્ટલ અને મંકી કહીને મને ચીડવતાં…

હરવિન્દર સિંહનો આર્ચરીમાં આ બીજો પૅરાલિમ્પિક્સ મેડલ છે. તે 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. બુધવારે તે મેન્સ રિકર્વ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેણે સેમિ ફાઇનલમાં ઇરાનના મોહમ્મદ રઝા આરબ અમેરીને અને ફાઇનલમાં પોલૅન્ડના લુકાઝ સિઝેકને હરાવી દીધો હતો. ખાસ કરીને પૉલેન્ડના હરીફ સામે તે તમામ ત્રણ સેટ જીત્યો હતો અને 6-0નો સ્કોર નોંધાવ્યો હતો. એ પહેલાં, સેમિમાં ઇરાનના હરીફ સામે હરવિન્દરે 1-2થી પાછળ રહ્યા પછી જોરદાર કમબૅક કરીને 7-3થી તેને હરાવ્યો હતો.

હરવિન્દર 2024ની પૅરાલિમ્પિક્સમાં શીતલ દેવી પછીનો બીજો મેડલ વિજેતા તીરંદાજ છે. શીતલ અને રાકેશ કુમારની જોડીએ મિક્સ્ડ કમ્પાઉન્ડ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

આ પણ વાંચો: સુમિત અંતિલે રચ્યો ઇતિહાસ, ભારતનો પહેલો એવો ઍથ્લીટ બન્યો જેણે…

ખરેખર તો હરવિન્દર સિંહ પૅરાલિમ્પિક્સની આર્ચરીની સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ઍથ્લીટ બન્યો હતો. હવે તે મિક્સ્ડ-ઇવેન્ટમાં પણ મેડલ જીતી શકે.

અગાઉ એશિયન ગેમ્સમાં પણ હરવિન્દર સિંહ કમાલ બતાવી ચૂક્યો છે. 2018માં જકાર્તાની એશિયન ગેમ્સમાં તે ગોલ્ડ મેડલ અને ગયા વર્ષની હાંગઝો એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ જીત્યો હતો.

ધરમબીરે બુધવારે ક્લબ-થ્રોની એફ-51 કૅટેગરીની હરીફાઈમાં વ્હીલચેર પર બેઠાં-બેઠાં લગભગ 400 ગ્રામ વજનનું લાકડાનું ક્લબ 34.92 મીટર દૂર ફેંક્યું હતું અને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. એ સાથે, તેણે એશિયન રેકૉર્ડ તોડી નાખ્યો હતો. આ જ ઇવેન્ટમાં ભારતનો પ્રણવ સૂરમા (34.59 મીટર) બીજા નંબરે આવીને સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે સર્બિયાનો ફિલિપ ગ્રેઑવેચ (34.18 મીટર) બ્રૉન્ઝ જીત્યો હતો.

આ પણ વાંચો: કોચ યુદ્ધને લીધે અઢી વર્ષ ન આવી શક્યા, સ્પર્ધકની સિદ્ધિ સાંભળીને ભાવુક થઈ ગયા

થોડા વર્ષ પહેલાં ધરમબીરે ખોટા સાહસમાં નહેરમાં ડાઇવ મારી હતી, પણ તેને અકસ્માત નડ્યો હતો જેમાં તેના કમરથી નીચેના ભાગમાં લકવો થઈ ગયો હતો.

35 વર્ષના ધરમબીરે બુધવારનો ગોલ્ડ મેડલ ટીમના સાથી ઍથ્લીટ અને કોચ અમિત કુમાર સરોહાને અર્પણ કર્યો હતો.
બુધવાર સુધીમાં ભારત જે 24 મેડલ જીત્યું એમાં પાંચ ગોલ્ડ, નવ સિલ્વર અને દસ બ્રૉન્ઝ મેડલનો સમાવેશ હતો.

Show More

Related Articles

Back to top button
આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ?