આપણું ગુજરાત

યુનિફોર્મને લીધે વિદ્યાર્થીઓ થઈ રહ્યું છે સ્કીન ઈન્ફેક્શનઃ જાણો શું છે આ મામલો

અમદાવાદ: શાળાઓમાં વિધ્યાર્થીઓને એક સરખો યુનિફોર્મ (School Uniform) પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે. શાળા મેનેજમેન્ટ દ્વારા દલીલ આપવામાં આવે છે યુનિફોર્મને કારણે વિદ્યાર્થીઓમાં સમાનતા અને શિષ્ટ જળવાઈ રહે છે. એક આહેવાલમાં દાવો કરવમાં આવ્યો છે કૃત્રિમ રેસાઓના કાપડથી બનેલા યુનિફોર્મને કારણે બાળકોની ચામડીને નુકશાન પહોંચાડી (Skin Disease) રહ્યા છે, આ અંગે કેટલાક પેરેન્ટ્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

અહેવાલ મુજબ મુખ્યત્વે પોલિએસ્ટર અથવા ભારે કાપડના બનેલા યુનિફોર્મને કારણે બાળકોને તકલીફનો સમાનો કરવો પડે છે. પોલિએસ્ટરનું કાપડ કોટન કરતા વધુ તપે છે, ગુજરાત જેવા રાજ્યોમાં વર્ષના મોટાભાગના સમય આકરી ગરમી પડતી હોવાથી બાળકોને સ્કીનની તકલીફ થઇ શકે છે. કઠોર હવામાન પરિસ્થિતિઓ માટે પોલિએસ્ટરનું કાપડ યોગ્ય નથી, બાળકોને ગંભીર સ્કીન રીએક્શન આવી શકે છે.

અમદાવાદના એક જાણીતા ડર્મેટોલોજિસ્ટએ જણાવ્યું હતું કે, “કૃત્રિમ કાપડને કારણે ફોલ્લીઓ, એલર્જી, બળતરા અને ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધારે હોય છે. આ મટીરીયલને કારણે વધુ પરસેવો વળે છે અને સ્કીન સાથે ચોંટી જાય છે. જેના કારણે પરસેવો બાષ્પીભવન થતો નથી. કોટનથી બનેલા કપડામાં આ સમસ્યા રહેતી નથી.”

આ પણ વાંચો :Rajkot: ભૂલકાંઓ યુનિફોર્મ-સ્કૂલબેગ સાથે તૈયાર, પણ સ્કૂલો જ બંધ

ડર્મેટોલોજિસ્ટએ સલાહ આપતા કહ્યું કે “સિન્થેટીક કપડાંને કારણે ત્વચા પર થતી બળતરાને ટાળવા માટે બાળકોએ શાળાથી આવીને તરત સ્નાન કરવું જોઈએ. જો કે, જો સ્કીનની ગંભીર સમસ્યા હોય, તો માતાપિતાએ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.”

એક વિદ્યાર્થીના માતપિતાના જણાવ્યા મુજબ, શાળાનો યુનિફોર્મ આરામદાયક હોવો જોઈએ. તેના બદલે, અમારી દીકરીને પાસે પોલિએસ્ટર શર્ટ છે. પરસેવા અને ગરમીને કારણે ફોલ્લીઓ અને બળતરા પેદા કરે છે. અમારે એલોવેરા જેલ અને ક્રીમ લગાવવી પડે છે.

અન્ય એક પેરેન્ટે કહ્યું કે મારા દીકરાને શાળાનો યુનિફોર્મ પહેરાવતા પહેલા મેડિકેટેડ પાવડર લગાવવો પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button