13 વર્ષ જૂના Amitabh Bachchanના નિર્ણયને કારણે પડ્યું જલસામાં ભંગાણ?
બોલીવૂડના મહાનાયક Amitabh Bachchan કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી, છેલ્લાં કેટલાય દાયકાઓથી તેઓ પોતાની ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. 81 વર્ષની ઉંમરમાં પણ બિગ બીને ચૂસ્તી અને સ્ફુર્તી એકદમ બરકરાર છે. પરંતુ હાલમાં બચ્ચન પરિવાર ચાલી રહેલાં વિખવાદોને કારણે ચર્ચામાં છે. Abhishek Bachchan અને Aishwarya Rai-Bachchanના ડિવોર્સના રિપોર્ટ્સ આવી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે બિગ બીનો એક જૂનો ઈન્ટરવ્યુ સામે આવી રહ્યો છે અને આ 13 વર્ષ જૂના ઈન્ટરવ્યુમાં તેમણે કહેલી વાત જ કદાચ ઐશ્વર્યા અને અભિષેક વચ્ચેના પડેલાં ભંગાણનું કારણ છે, એવી અટકળો લગાવવામાં આવી રહી છે.
2011માં આપેલા એક ઈન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચને તેમના મૃત્યુ બાદ કઈ રીતે પ્રોપર્ટી વહેંચાશે એ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મેં એક વાત તો મેં નક્કી કરી લીધું હતું કે હું મારા સંતાનો વચ્ચે કોઈ તફાવત નહીં કરું. જ્યારે હું દુનિયામાં નહીં હોઉ ત્યારે મારી જે કંઈ પણ હશે એ મારી દીકરી Shweta Bachchan અને Abhishek Bachchan વચ્ચે બરાબર વહેંચાશે અને કોઈ ભેદભાવ નહીં થાય.
આ પણ વાંચો :ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…
બિગ બીએ પોતાના ઈન્ટરવ્યુમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે આ બધું તેમણે તેમની પત્ની જયા બચ્ચન સાથે મળીને આ બધું નક્કી કર્યું હતું. બધા લોકો કહે છે કે છોકરીઓ પારકી થાપણ છે અને તેઓ પતિના ઘરે જતી રહી છે, પણ મારી દીકરી શ્વેતા પાસે એટલા અધિકાર છે જેટલા મારા દીકરા અભિષેક પાસે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને ગયા વર્ષે જ પોતાનો જલસા બંગલો શ્વેતા બચ્ચનના નામે કર્યો હતો. એટલે જ એવું કહેવાય છે કે બિગ બી દ્વારા 13 વર્ષ પહેલાં લેવાયેલો આ નિર્ણય જ પરિવારમાં પડેલાં ભંગાણનું કારણ છે. ત્યારથી જ બચ્ચન પરિવારમાં વિખવાદ શરૂ થઈ ગયો હતો. પરિવારની વહુ ઐશ્વર્યાને સસરાની આ વાત ખાસ પસંદ નહીં આવી અને તે દીકરી આરાધ્યાને લઈને પિયર આવી ગઈ હતી. બસ ત્યારથી જ ઐશ્વર્યા અને અભિષેકની મેરિડ લાઈફ ચર્ચાનું કારણ બની છે.
જોકે, હવે સાચું ખોટું તો રામ જાણે પણ જો આટલી વાતો થઈ રહી હોય અને બચ્ચન પરિવાર પણ વહુ ઐશ્વર્યાથી દૂર રહેવાનું પસંદ કરતો હોય તો વાતમાં કંઈક તો દમ હશે ને ભાઈસાબ…