આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સ્વચ્છતા હી સેવા અભિયાન: ગૃહપ્રધાન અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ ઝાડુ હાથમાં લીધું

આવતી કાલે 2જી ઓકટોબરે ગાંધી જયંતિ છે, તેના એક દિવસ પહેલા એટલે કે આજે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન (સ્વચ્છતા હી સેવા અભિયાન) ચલાવવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે ભારતની સ્વચ્છતા એ દેશના તમામ પરિવારના સભ્યોની સામૂહિક જવાબદારી છે, આમાં જનભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે બાજપના નેતાઓ સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. દેશના અનેક ભાગોમાંથી સ્વચ્છતા અભિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી થઇ છે.

આ સ્વચ્છતા અભિયાનમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી, ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પાર્ટીના અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીની આંબેડકર બસ્તીમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખી પણ હાજર હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાત્મા ગાંધીના આ સ્વચ્છતા અભિયાનને એ જ ઉર્જા સાથે આગળ ધપાવવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ‘શ્રમદાન’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને હાથમાં ઝાડુ લઇ સફાઈ કરી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સીતાપુરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ભાગ લીધો હતો અને ઝાડુ લગાવીને સ્વચ્છતામાં શ્રમદાન કર્યું હતું.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘સ્વચ્છતા અભિયાન’માં ભાગ લીધો હતો. આ દરમિયાન સીએમ પટેલે રસ્તા પર પડેલો કચરો ઉપાડીને ડસ્ટબીનમાં ફેંક્યો હતો અને ઝાડુ વડે ગંદકી સાફ કરી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે BMC દ્વારા આયોજિત ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે બાળકો સાથે હાથ મિલાવ્યા હતા અને વાતચીત કરી હતી. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ ‘સ્વચ્છતા અભિયાન’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પટનામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ભાગ લીધો હતો અને ગંદકી વળી જગ્યાઓને ઝાડુ વડે સાફ કરી હતી. આ દરમિયાન તેમની સાથે પાર્ટીના અન્ય નેતાઓ પણ હાજર હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button