આજે આખો દેશ શિક્ષક દિવસ મનાવે છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં શિક્ષકોનો અમૂલ્ય ફાળો હોય છે. 

ફિલ્મી કલાકારો પોતાની ફિલ્મના માધ્યમથી આમ તો ઘણું સારું-નરસું શિખવાડે છે, જેની દર્શકોના મન પર છાપ પણ પડે છે. 

 પણ એવા ઘણા કલાકારો છે જે અભિનયની દુનિયમાં આવ્યા પહેલા રિયલ લાઈફમાં શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવી ચૂક્યા છે

સૌથી પહેલું નામ છે અક્ષય કુમાર. અક્ષય કુમાર માર્શલ આર્ટનો ચેમ્પિયન છે અને ઘણા દેશોમાં તેણે વિદ્યાર્થીઓને માર્શલ આર્ટની તાલીમ આપી છે. 

ખૂબ સારા અભિનેતા, લેખક અને સંવાદલેખક કાદર ખાન ભાયખલ્લાની એન્જિનિયરિંગ કૉલેજમાં લેક્ચર લેતા હતા

અભિનેત્રી નંદીતા દાસ આંધ્ર પ્રદેશની ઋીષી વેલીમાં શિક્ષિકા અને ત્યારદાબ ડિરેક્ટર તરીકે કામ કરે છે. 

 અભિનેત્રી સાન્યા મલ્હોત્રા દંગલ પહેલા ડાન્સ ટીચર તરીકે કામ કરતી હતી

ખૂબ જ મંજાયેલા કલાકાર ઉત્પલ દત્ત કોલકાત્તાની સાઉથ પૉઈન્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક હતા

અભિનેતા ચંદ્રચૂડ સિંહે દૂન પબ્લિક સ્કૂલમાં ઈતિહાસ ભણાવ્યો છે જ્યારે વસંત વેલીમાં તેમણે સંગીતના પાઠ પણ ભણાવ્યા છે

 અનુપમ ખેર સહિતના ઘણા કલાકારો છે જે એક્ટિંગના ક્લાસ લે છે અને પોતાની આવડત અને અનુભવથી ઘણાને શિક્ષણ આપે છે