આપણું ગુજરાતજૂનાગઢ

જુનાગઢની બૌદ્ધ ગુફાઓ જોવા જાઓ તે પહેલા આ નિયમ જાણી લો


જૂનાગઢમાં ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો ખુલ્લો મુકવામાં આવ્યો છે. કિલ્લામાં કેન્દ્ર રક્ષિત સ્મારક તરીકે સમાવેશ પ્રાચીન બૌદ્ધ ગુફા આવેલી છે. કોરોના સમયથી ઉપરકોટ કિલ્લો બંધ હોવાથી બૌદ્ધ ગુફા પ્રવાસીઓ નિહાળી શકતા નહતા. ઉપરકોટ કિલ્લો  પ્રવાસીઓ માટે ખુલ્યો છે ત્યારે બૌધ્ધ ગુફામાં  ઓફલાઈન ટિકિટની સુવિધા પ્રાપ્ય ન થતાં પ્રવાસીઓને બૌધ્ધ ગુફાની મુલાકાત લીધા વગર જવું પડી રહ્યું હોવાની માહિતી મળી છે.
મળતી માહિતી મુજબ કોરોનાના સમયથી બંધ રહેલા ઉપરકોટ કિલ્લાને સાડા ત્રણ વર્ષ બાદ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ કિલ્લાની અંદર કેન્દ્રના પુરાતત્ત્વ વિભાગ રક્ષીત પ્રાચીન બૌધ્ધ ગુફા આવેલી છે. કિલ્લામાં બૌધ્ધ ગુફા  પાસે ટિકિટ બારી રાખવામાં આવી છે પરંતુ ગુફા નિહાળવા માંગતા લોકોને ઓફલાઈન ટિકિટ પ્રાપ્ય થતી નથી. માત્ર ઓનલાઇન ટિકિટ જ હોવાને લઈ પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ૨૦ રૂપિયા ઓનલાઇન ટિકિટ દર રાખવામાં આવ્યો છે જેને લઇ ટિકિટ બારી પર સ્કેનર દ્વારા ઓનલાઇન પેમેન્ટની સુવિધા કરવામાં આવી છે. હાલ ઉપરકોટમાં પ્રવેશ નિઃશુલ્ક હોવાથી હજારો પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે પરંતુ ઓફલાઈન ટિકિટની સવલત ન હોવાથી પ્રવાસીઓ બૌધ્ધ ગુફાને નિહાળી શકતા નથી. ઓનલાઇન પેમેન્ટની અજ્ઞાનતા ધરાવતા પ્રવાસીઓ નિરાશ થઈ બૌધ્ધ ગુફાની મુલાકાત વિના જતા રહે છે. બૌધ્ધ ગુફા પાસે જ પુરાતત્ત્વ વિભાગ દ્વારા મુલાકાત માટે રૂા.ર૫ ટિકિટ દર અને વિડીયોગ્રાફી સહિતના દરો દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું છે પરંતુ ઓનલાઇન ટિકિટ જ લેવા જણાવતા સેંકડો પ્રવાસીઓમાં નિરાશા વ્યાપી છે. હાલ હજારો પ્રવાસીઓ ઉપરકોટની મુલાકાતે આવે છે પરંતુ બૌધ્ધ ગુફામાં ઓફલાઈન ટિકિટ ન હોવાથી પ્રવાસીઓ નિરાશ મોઢે પરત ફરવું પડે છે. 

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button