આપણું ગુજરાતટોપ ન્યૂઝ

આજે ગુજરાતના આ 10 જિલ્લાઓમાં ભારે વરસાદની અગાહી

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ક્યાંક ભારે તો ક્યાક છુટો છવાયો વરસાદ વરસી (Rain Gujarat) રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવામાં આવી છે.

આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી:
આજે ગુરૂવારે ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલાસાડ, મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે.

6ઠ્ઠી સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટશે:
હવામાન વિભાગની અગાહી મુજબ રાજ્યમાં 6ઠ્ઠી સપ્ટેમ્બર વરસાદનુ જોર ઘટશે. જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

7મી સપ્ટેમ્બરે નવસારી, દમણ, દાદરા નગર હવેલી માટે યલો એેલર્ટ:
7મી સ્પટેમ્બર શનિવારે નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!