આમચી મુંબઈમહારાષ્ટ્ર

એસટી હડતાળનો અંતઃ કર્મચારીઓ પર CM મહેરબાન, કરી આ જાહેરાત…

પાંચની સામે સાડા છ હજાર રૂપિયા પગાર વધાર્યો

મુંબઈ: સ્ટેટ ટ્રાન્સ્પોર્ટ એટલે કે એસટી કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી હડતાળ બુધવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તેમના નેતાઓ સાથે થયેલી બેઠક બાદ પાછી ખેંચવામાં આવી હતી. સરકારે એસટી કર્મચારીઓની માગણી માન્ય કરતા આ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરવામા આવી હતી.

સરકારે એસટી કર્મચારીઓની મૂળ વેતનમાં સાડા છ હજાર રૂપિયાના વધારાની માગણી સ્વીકારી હતી. એસટી કર્મચારીઓની હડતાળને પગલે મુખ્ય પ્રધાન શિંદેની અધ્યક્ષતા હેઠળ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી, જેમાં એસટી કામગાર સંયુક્ત કૃતિ સમિતિનું શિષ્ટમંડળ પણ હાજર રહ્યું હતું.

આ ઉપરાંત ભાજપના વિધાનસભ્યો, એસટી કષ્ટકરી જનસંઘના જયશ્રી પાટીલ સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં હાજર ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરે આ નિર્ણય વિશે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતનો હું મનથી આભાર વ્યક્ત કરું છું. રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ જ એસટીના કર્મચારીઓને પણ વેતન આપવામાં આવે એવી અમારી માગણી હતી. જે કર્મચારીઓને નવેમ્બર 2021માં અઢી હજાર, ચાર હજાર અને પાંચ હજાર રૂપિયાનો વેતનવધારો આપવામાં આવ્યો હતો તેમને એકસાથે સાડા છ હજાર રૂપિયાનો વેતન વધારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે એસટી કર્મચારીઓની પાંચ હજાર રૂપિયાની મૂળ વેતનમાં વધારાની માગણી હતી, જેના બદલે સરકારે તેમને સાડ છ હજાર રૂપિયાનો વેતન વધારો આપ્યો છે. એસટી કર્મચારીઓ માટે આ વેતન વધારો તહેવાર અને ચૂંટણીનું બોનસ માનવામાં આવી રહ્યો છે.

Show More

Related Articles

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!