જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા કાંડાગરાના મુલરાજ ખીમજી ટોકરશી શાહ (ઉં.વ. ૯૨) તા. ૨-૯-૨૪ના અવસાન પામેલ છે. દેવકાબેન, શાંતાબેન ખીમજીના પુત્ર. નિર્મલાબેનના પતિ. હેમલના પિતાશ્રી. રામાણીયાના ઝવેરબેન પોપટભાઈ સાવલા, હરખચંદભાઈ, પ્રાગપરના અરૂણાબેન મોરારજી શાહ, કારાઘોઘાના સરોજબેન પ્રફુલભાઈ સાવલા, કેતનભાઈના ભાઇ. બિદડાના લક્ષ્મીબેન હીરજી તેજુના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કેતનભાઈ શાહ, ૪૦૨, કલીંગા, નીલકંઠ કીંગડમ, વિદ્યાવિહાર (વે).
મોટા લાયજા હાલે માંડવીના પ્રવિણ વસનજી મામણીયા (ઉં.વ. ૬૫) તા. ૨-૯-૨૪ના અવસાન પામેલ છે. મા. હાંસબાઇ વસનજીના પુત્ર. નિર્મળાના પતિ. હીરેન, નયનના પિતા. વાસંતી, તલકશી, રમેશના ભાઇ. સ્વ. પાનબાઇ જેઠાલાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હીરેન પ્રવિણ મામણીયા, અમીઝરા, મહાવીર સ્ટોર્સ (શાહભાઇ) ધવલનગર, માંડવી. પીન-૩૭૦૪૬૫.
દેશલપુર (કંઠી)ના ધનજી વિજપાર દેઢિયા (ઉં.વ. ૮૧) તા. ૩-૯-૨૪ના અવસાન પામ્યા છે. ઉમરબાઈ વિજપારના સુપુત્ર. તારામતીબેનના પતિ. વિપુલ, કલ્પેશ, નીશા, નેહલના પિતાશ્રી. હરખચંદ, હરીલાલ, નાની ખાખરના કુંવરબાઈ વીરજી, મોટી ખાખરના મોંઘીબેન ડુંગરશી, ટોડાના હેમલતા કેશવજી, નાના ભાડીયા દિવાળીબેન નવિનચંદ્રના ભાઈ. લાયજાના જેતબાઈ કેશવજી વીરજી છેડાના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. ધનજી વિજપાર દેઢિયા : ૭૦૫, બુલેવર્ડ-૪, ધ એડ્રેસ (વાધવા), એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).
માંગરોળ જૈન
ભૂપેન્દ્ર કાંતિલાલ શાહ (ઉં.વ. ૮૪) તા. ૩-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અમિતાના પતિ. શશીકાન્ત, સ્વ. રમેશ, પ્રદીપ, સ્વ. ઉષા અશોક જરીવાલાના ભાઈ. અનુરાધાના સસરા. પ્રેમલ, મિતલ રસેશ શાહના પિતા. ટીશા, ધીરના દાદા. ઈશીકા, પાર્થના નાના. લૌકિક વ્યવહાર બંધ છે.
જામનગર હાલાર વિશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
સુશીલાબેન શાહ (ઉં.વ. ૮૭) તે સ્વ. મુળરાજ જમનાદાસ શાહ – મરચાવાળાના ધર્મપત્ની. સુનીલ, સ્વ. વિમલ, વિપુલના માતુશ્રી. સોનલ, ચારુલ, મીનીના સાસુજી. સ્વ. ફુલચંદભાઈ પરષોત્તમ તંબોલીના પુત્રી તા. ૩-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.