આમચી મુંબઈ

કરોડોની સોપારીની દાણચોરી: એકની ધરપકડ કરાઇ

મુંબઈ: ઔદ્યોગિક ઉત્પાદનો (એલએલડીપી) અને ડામરની આડમાં દાણચોરીથી મુંબઈમાં લાવવામાં આવેલી રૂ. 9.23 કરોડની સોપારી કસ્ટમ્સ દ્વારા જપ્ત કરવામાં આવી હતી અને આ પ્રકરણે ભારતીય નાગરિકની ધરપકડ કરાઇ હતી.
ઔદ્યોગિક ઉત્પાદનો અને ડામર તરીકે માલ જાહેર કરીને ઉચ્ચ ગુણવત્તાની સોપારીઓની દાણચોરી થઇ રહી છે અને તે દિલ્હીના તુઘલખાબાદ ખાતે પહોંચાડવામાં આવશે, એવી માહિતીને આધારે જવાહરલાલ નેહરુ કસ્ટમ હાઉસ (જેએનસીએ) દ્વારા ન્હાવા શેવા બંદર પર તપાસ કરવામાં આવી હતી.

એ સમયે પંદર ક્ધટેઇનરોનાં બે ક્ધસાઇનમેન્ટમાંથી સોપારીનો જથ્થો મળી આવ્યો હતો, જેની ટેરિફ વેલ્યૂ રૂ. 9.23 કરોડ હોવાનું જણાયું હતું.

વિદેશની કંપનીના સપ્લાયરે ભારતીય મૂળના હર્ષ રાજ્યગુરુને નામે આ માલની નિકાસ કરી હતી, એમ કસ્ટમ્સના અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ઝુંપડપટ્ટી મુક્ત મુંબઈ એ જ અમારું સપનું: એકનાથ શિંદે

આ દાણચોરીમાં રાજ્યગુરુની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી એવી જાણકારી મળતાં તેની વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવામાં આવ્યું હતું. આને આધારે આખરે બ્યૂરો ઓફ ઇમિગ્રેશન દ્વારા ગોવા એરપોર્ટ પર રાજ્યગુરુને આંતરવામાં આવ્યો હતો અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે જેએનસીએચ રાયગડ જિલ્લાના ન્હાવા શેપામાં છે, જે ન્હાવા શેવા બંદર ખાતે આયાત અને નિકાસના કાર્ગો ક્લિયરન્સ હાથ ધરવા માટે જવાબદાર છે. આ બંદર જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટીના વહીવટ હેઠળ આવે છે. (પીટીઆઇ)

Show More

Related Articles

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!