ચૂંટણી તો લડીશ જઃ આમ કેમ કહ્યું અજિત પવાર જૂથના નેતાએ?
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે નેતાઓના પક્ષપલટાના સમાચારો
પણ આવવા માંડ્યા છે એવામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની
એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ને એક મોટા નેતા રામ રામ કહે તેવા અહેવાલ મળી રહ્યા
છે.
આ પણ વાંચો : લાડકી બહેન કોની? એકનાથ શિંદેની કે અજિત પવારની?
અજિત પવાર જૂથના પિંપરી-ચિંચવડના મોટા નેતા અજિત પવારનો સાથ છોડી શરદ
પવાર જૂથમાં સામેલ થાય તેવી શક્યતા છે. પિંપરી-ચિંચવડ ક્ષેત્રના દિગ્ગજ નેતા
મનાતા નાના કાટે શરદ પવારના પક્ષમાં ટૂંક સમયમાં પ્રવેશ કરશે તેવી ચર્ચાઓએ જોર
પકડ્યું છે.
હજી મંગળવારે જ કોલ્હાપુરના ભાજપના નેતા સમરજિસિંહ ઘાટગેએ શરદ પવાર
જૂથમાં પ્રવેશ કર્યો હતો ત્યારે નાના કાટે પણ શરદ પવારની સાથે જોડાવાના હોવાની
ચર્ચાને પગલે શરદ પવાર જૂથમાં જોરમાં ઇનગમિંગ શરૂ હોવાનું દૃશ્ય દેખાઇ રહ્યું છે.
હવે બેઠકોની વહેંચણીમાં મહાયુતિમાં પિંપરી-ચિંચવડની બેઠક ભાજપના ફાળે જાય
તેવી શક્યતા છે અને નાના કાટે આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. જેને
પગલે તે પક્ષપલટો કરે તેવી શક્યતા જણાઇ રહી છે. આ વિશે વાત કરતા નાના કાટેએ
જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીની ચર્ચા શરૂ થઇ ત્યારે જ મેં અજિત દાદાને કહ્યું
હતું કે હું ચૂંટણી લડવા તૈયાર છું. ત્યારે તેમણે મને મારી રીતે લોકો સાથે સંપર્ક સાધવાનો
શરૂ કરી દેવાનું કહ્યું હતું તેમ જ હજી સુધી બેઠકોની વહેંચણી બાબતે કોઇ નિર્ણય
લેવાયો ન હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : કોને ઉધઇ અને શરદ પવાર-ઉદ્ધના માણસો કહ્યા સદાવર્તેએ?
ચૂંટણી તો લડીશ જ: નાના કાટે
જોકે, ચૂંટણીમાં ઉમેદવાર બની લડવા માટે પોતે તૈયાર હોવાનું જણાવતા નાાના કાટેએ
કહ્યું હતું કે અમારા ફાળે બેઠક આવે કે ન આવે ચૂંટણી લડવાથી હું પાછળ હટવાનો
નથી. જો અમારા પક્ષને આ બેઠક ન મળે તો પણ હું ઉમેદવારી નોંધાવીશ જ. અન્ય
કોઇ પક્ષ સાથે હજી સુધી આ વિશે મેં ચર્ચા નથી કરી.