આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાડકી બહેન કોની? એકનાથ શિંદેની કે અજિત પવારની?

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ‘લાડકી બહેન યોજના’ની ખૂબ ચર્ચા છે અને એ સાથે જ વિપક્ષો પણ આ યોજનાની એટલી જ ટીકા કરી રહ્યો છે. જોકે, આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓના ખાતામાં પૈસા જમા થવાના શરૂ થઇ જતા હવે નવો વિવાદ ઊભો થયો છે.

આ યોજનાનો મહાયુતિના ત્રણેય મુખ્ય પક્ષો જોરદાર પ્રચાર કરી રહ્યા છે અને યોજનાની સફળતા તેમ જ યોજના વિશે જાગરૂકતા ફેલાવવા માટે આખા રાજ્યમાં રેલીઓ ચાલી રહી છે. જોકે, આ યોજના ખરેખર કોણ લાવ્યું એ બાબતે હવે વિવાદ શરૂ થયો છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર મેળાવડો યોજીને રાજ્યની મહિલાઓને સંબોધી રહ્યા છે ત્યારે તેમની તેમની રેલીમાં દેખાયેલા બેનરો અને સોશિયલ મીડિયામાં તેમના પક્ષ એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા મૂકાતી જાહેરાતોના કારણે મહાયુતિમાં ડખો પડે એવી શક્યતા છે. લાડકી બહેન યોજના અજિત પવાર લાવ્યા હોવાની જાહેરાતો જોવા મળતા યોજનાનો જશ ખાટવા માટે ‘કોલ્ડ વૉર’ ચાલું હોવાનું કહેવાઇ રહ્યું છે.

આ યોજનાની જાહેરાતોમાં ‘અજિત પવાર લાવ્યા લાડકી બહેન યોજના’ અને ‘અજિત દાદાની લાડકી બહેન યોજના’ તેમ જ ‘મને અજિત દાદાએ પૈસા મોકલાવ્યા, દાદાએ વાયદો કર્યો પૂરો’ જેવા બેનરો-જાહેરાતો જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર મૂકવામાં જાહેરાતમાં એક મહિલા “મહિલાઓના બૅંક ખાતાઓમાં આવતી 1,500 રૂપિયાની ભેટ મારા દાદાનો પ્રેમ છે. મહિલાઓના સપનાની ઉડાનને લગાવાયેલી આ નાનકડી પાંખ છે અને દાદા તો એક જ છે. એ દાદાની આ આ લાડકી બહેન યોજના છે.

આ પણ વાંચો : લાડકી બહેન યોજનામાં ગેરરીતિ કરનારાની ખેર નથી: એકનાથ શિંદે…

…એટલે આવી જાહેરાતો કરી: એનસીપી
આ બાબતે સ્પષ્ટતા કરતા અજિત પવાર જૂથના પ્રવક્તા ઉમેશ પાટીલે જણાવ્યું હતું કે આપણી પાસે કેન્દ્ર સરકારની અનેક યોજના હોય છે અને મોટાભાગની યોજનાને વડા પ્રધાનનું નામ જ આપવામાં આવે છે. એ જ રીતે રાજ્ય સરકારની યોજનાઓમાં મુખ્ય પ્રધાનના નામનો ઉલ્લેખ હોય છે. જોકે, લાડકી બહેન યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકોને સમજાય એ માટે યોજનાનું નામ નાનું કરી ‘દાદાની યોજના’ વગેરેનો ઉપયોગ કરાય છે. જો ખરેખર અજિત દાદાએ યશ લેવો હોત તો તેમણે જ નાણા પ્રધાન તરીકે આ યોજના જાહેર કરી ત્યારે ‘ઉપમુખ્યમંત્રી(નાયબ મુખ્ય પ્રધાન) લાડકી બહેન યોજના’ આવા નામથી યોજનાની જાહેરાત કરી હોત. જોકે, તેમણે મુખ્ય પ્રધાનના નામે જ આ યોજનાની જાહેરાત કરી હતી.

Show More

Related Articles

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!