ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરીયા ગેરકાયદેસર રીતે બન્યા GSCIIFCL ડાયરેક્ટર; કોંગ્રેસે કરી કાર્યવાહીની માંગ
ગાંધીનગર: અમરેલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા પર કોંગ્રેસ દ્વારા કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે કૌશિક વેકરીયા પર આરોપ લગાવ્યા છે કે ગેરકાયદેસર રીતે અને નિયમોને નેવે મૂકીને કૌશિક વેકરીયા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (GSCIIFCL)ના સભાસદ થઈ ડિરેકટર બન્યા છે.
આ પણ વાંચો : સદસ્યતા નોંધણી અભિયાનની ધમાકાભેર શરૂઆત
વિધાનસભ્ય અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ મામલે રજીસ્ટ્રાર સહકાર મંડળીને પત્ર લખીને જણાવ્યું હતું કે કોઇપણ વ્યક્તિ હાઉસીંગ મંડળીમાં સભ્ય ત્યારે જ બની શકે તેઓ પોતે ત્યાં મકાન ધરાવતા હોય અને તેનાં ઉદ્દેશો પ્રમાણે કામગીરી કરતા હોય, પરંતુ કૌશિકભાઇ વેકરીયાના કેસમાં મંગળ સોસાયટી, બટારવાડી અમરેલી ખાતે આવેલી છે, જુની સોસાયટી છે ૧૪ મકાનો છે, અને પોતે રૂા.૨૫૦/- ભરીને સભ્ય બનીને ચુંટણી લડવા આવ્યા છે. હકીકતમાં તેઓ ત્યાં સભ્ય છે જ નહી, માત્ર સાહિત્ય ઉભુ કર્યુ હોય તેવું
લાગી રહ્યું છે. આ એક ફોજદારી ગુન્હો છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે ધારાસભ્ય જેવું પદ ધરાવતો વ્યક્તિ આવો ગુન્હો આચરે તે તો જરા પણ ચલાવી શકાય નહી. પોતાના પદના જોરે ધાક-ધમકીથી આવું કૃત્ય કર્યું હોય તેવું પણ બની શકે. તે બાબતને પણ ધ્યાને લઈ આ પરીપત્ર ઘણા લાંબા સમયથી અમલમાં છે. તે પરીપત્ર વિરૂધ્ધ કૃત્ય થયેલ હોય અને આવા પ્રતિષ્ઠીત વ્યક્તિએ કરેલ હોય, તેની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી બને છે.
આ અંગે તેમણે જણાવ્યું હતું કે ગૃહ, મંડળીના ઓડિટમાં રજીસ્ટર દસ્તાવેજથી મિલ્કત તબદીલ નામફેર કર્યાનાં કિસ્સાઓ ધ્યાનમાં આવે તો તેવા લેખો સહિતની વિગતોની સ્ટેમ્પ ડ્યુટીમાં પણ પુરી રકમ વપરાયેલ છે કે કેમ ? સરકારના મહેસૂલ વિભાગ, ગાંધીનગર તરફથી વિજીલન્સ ટીમની નિમણૂંક કરવામાં આવેલ છે તેવી ટીમે આવી કોઇ તપાસ કરેલ છે કે કેમ? ગેરકાયદેસર નહી પરંતુ ગુનહિઇત પ્રવૃતિ ધરાવતા માનસવાળી પ્રવૃતિ હોય, તે ફોજદારી ગુન્હો બનતો હોય તો તે પણ રાજય રજીસ્ટ્રાર તરીકે સહકારી હિતને ધ્યાનમાં રાખી આવો ગુન્હો દાખલ કરીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.