આપણું ગુજરાતભુજ

ચાર પુત્રીઓ સાથે હમીરસર તળાવમાં આપઘાત કરવા પહોંચેલી પરિણીતાને અભયમ ટીમે બચાવી

ભુજ: શરાબના નશામાં અસહ્ય શારીરિક અને માનસિક ઉત્પીડન કરતા પતિથી કંટાળીને પોતાની ચાર પુત્રીઓ સાથે આપઘાત કરવા માટે ભુજના હમીરસર તળાવના કિનારે પહોંચેલી મહિલાને એક જાગૃત નાગરિક અને અભયમ ટીમ દ્વારા બચાવી લેવામાં આવી છે.

અભયમની ટીમને આવ્યો હતો કોલ:
આ અંગે અભયમના કાઉન્સેલર રાધીકાબેન વી.જોષીએ જણાવ્યું હતું કે, હેલ્પલાઇન નંબર ૧૮૧ પર એક જાગૃત નાગરીકે ગત મોડી રાત્રે ફોન કરીને જણાવ્યુ હતું કે, ખેંગારબાગ પાસે એક મહિલા ચાર નાની વયની છોકરીઓ સાથે છલોછલ ભરેલા હમીરસર તળાવમાં આપઘાતનો પ્રયત્ન કરી રહી છે. સમજાવટ કરવાં છતાં આ મહિલા માનતી નથી અને બાળકીઓ સમેત તળાવમાં ઝપલાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માહિતી મળતાં તેઓ તત્કાલિક હેડ કોન્સ્ટેબલ રેખા પટેલ તેમજ પરમાર ધનજી ખેંગારબાગ પહોંચ્યા હતા મહિલાને આત્મઘાતી પગલું ભરતાં અટકાવી હતી.

પીડિતાએ અભયમ ટુકડીને જણાવ્યું હતું કે, તેણીના લગ્નને ૧૨ વર્ષ થયા છે, સંતાનમાં એક દિકરો અને ચાર દિકરી છે. પતિ તમામ પૈસા વ્યસન પાછળ વેડફી નાખે છે. ઘરખર્ચ, જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પૂરું પડતો નથી. તે ત્રણ માસની નાની દીકરીને સાથે લઈને મજૂરીકામ કરીને ઘરે ખર્ચ ચલાવતા હતા છતાં પતિ દ્વારા ખોટા વહેમ રાખીને રોજ વ્યસન કરીને ઘરે આવી મારઝૂડ કરે છે.

ગત સાંજે પતિ સાથે ઝઘડો થતા દુઃખી થઈને આત્મહત્યાનો વિચાર આવ્યો અને ઘરેથી નીકળી ગઈ હતી. દીકરાને તેના નશામાં ધૂત થયેલા પિતા પાસે સુવડાવી ચાર દીકરી સાથે હમીરસર તળાવમાં આત્મહત્યા કરવા પહોંચી હતી. ડરી ગયેલી નાનકડી પુત્રીને માતા અંધકાર વચ્ચે તળાવમાં ફેંકવા જતી હતી ત્યારે દેવદૂત જેમ આવી ચઢેલા જાગૃત નાગરિકે આ માતાને અટકાવી, વાતોમાં પરોવીને અભયમને જાણ કરી હતી.

આત્મહત્યા નહીં કરવાનો સંકલ્પ લેનારી પરિણીતાને તેમના સંતાનો સાથે સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશરો આપવામાં આવ્યો હોવાનું અને પતિને પણ કાઉન્સિલિંગ માટે બોલાવાયો હોવાનું અભયમના રાધિકાબેન જોશીએ ઉમેર્યું હતું.

Also Read

Show More

Related Articles

Back to top button
આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ?