લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના હાયકમાન્ડ પાસે કેવી રીતે પહોંચશે 543 બેઠકોનો ગ્રાઉન્ડ રિપોર્ટ? આ છે માસ્ટર પ્લાન
નવી દિલ્હી: દેશની તમામ 543 લોકસભા બેઠકો પર વિસ્તારક તેનાત કરવાનો નિર્ણય ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે. આ માટે પાર્ટીના હાયકમાન્ડે રાષ્ટ્રિય મહામંત્રી સુનીલ બંસલના નેતૃત્વમાં 10 નેતાઓની સમિતી પણ બનાવી છે. પક્ષના આ દસ નેતા અલગ અળગ રાજ્યના વિસ્તારકોની પસંદગી કરશે. તથા આ લોકોના પ્રશિક્ષણની પણ વ્યવસ્થા કરશે. ત્યાર બાદ નિમણૂંક કરવામાં આવેલ વિસ્તારકોને અલગ અળગ લોકસભા મતદારસંઘમાં પક્ષ દ્વારા ઉમેદવારને જીતાડવા માટે તેનાત કરવામાં આવશે.
સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 10 નેતાઓની આ સમિતી પર આખા દેશમાં પક્ષના વિસ્તારની ખૂબ જ મહત્વની જવાબદારી હશે. તથા મધ્યવર્તી સ્તર પર નિમવામાં આવેલ તમામ સમિતીના સદસ્ય ભાજપના રાષ્ટ્રિય મહામંત્રી સુનીલ બંસલને અહેવાર આપશે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્માને વિસ્તારક યોજનાના સંયોજક બનાવવામાં આવ્યા છે. જ્યારે સહ-સંયોજકની જવાબદારી બિહાર ભાજપના મહામંત્રી ભીખૂભાઇ દાલસાનિયા અને રાજકુમાર શર્માને સોંપવામાં આવી છે.
આ ઉપરાંત અલગ અલગ નેતાઓના નેતૃત્વમાં રાજ્ય સ્તરે એક સંઘ તૈયાર કરવામાં આવશે. આ વિસ્તારક તેમની લોકસભાના મતદારસંઘના અહેવાલની જાણકારી રાજ્યના સંયોજકને આપશે. અને તેઓ આ અહેવાલ રાષ્ટ્રિય સંઘને સોંપવાનું કામ કરશે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાલ અને મધ્ય પ્રદેશ જેવા મોટા રાજ્યના તમામ વિસ્તારકની પસંદગી, પ્રશિક્ષણ અને જે તે વિસ્તારમાં તેમની નિમણૂંક કરવી આ તમામ વાતોનું ભાજપ દ્વારા નિયોજન કરવામાં આવ્યું છે.
મહત્વની વાત એ છે કે ભાજપે આ અગાઉ નિર્ણય લીધો હતો કે, દેશની 160 લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં વિસ્તારકની નિમણૂંક કરવામાં આવશે. એવા જ મતદારસંઘમાં વિસ્તારકની નિમણૂંક કરવામાં આવશે જ્યાં ભાજપનું પલડું હલકું હશે. પાછળથી પરિસ્થિતી અનુસાર અને જરુરિયાત મુજબ વિસ્તારકોની સંખ્યા વધારમાં આવશે. દરમીયાન હવે ભાજપે દેશની તમામ 543 લોકસભાની બેઠકો પર વિસ્તારક તેનાત કરવાનો નિર્ણય લીધો છે.
ભાજપના આ વિસ્તારક પક્ષના એવા કાર્યકર્તા હશે જેમણે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ અથવા તેની સાથે સંલગ્ન કોઇ પણ સંસ્થા સાથે સ્વયંસેવક અથવા તો પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે કામ કર્યું હોય. કહેવાય છે કે આ લોકોએ પૂર્ણકાલીન સ્વયંસેવક તરીકે કામ કર્યુ હોવાથી તેઓ જે તે વિસ્તારના તળે તળે પહોંચી શકે છે. તેથી ભાજપ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.