ઇન્ટરનેશનલનેશનલ

યુએસના ટેક્સાસમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 4 ભારતીયોના મોત

હ્યુસ્ટન: યુએસના ટેક્સાસ રાજ્યમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો (Road accident in Texas) હતો, જેમાં પાંચ વાહનોને એક બીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત (Death of four Indian) થયા હોવાના અહેવાલ છે. મૃતકો એક કારપૂલિંગ એપ દ્વારા એક એસયુવી કારમાં સવાર થયા હતા. તેઓ અરકાનસાસના બેન્ટનવિલે જઈ રહ્યા હતા. અકસ્માતમાં એસયુવી કારમાં આગ લાગી હતી, તેઓ સમયસર બહાર નીકળી શક્યા ન હતા.

કોલિન કાઉન્ટી શેરિફ ઓફીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે, 31 ઓગસ્ટના રોજ લગભગ 3:30 વાગ્યે વ્હાઇટ સ્ટ્રીટ પર અકસ્માત થયો હતો. એક અહેવાલ અનુસાર પીડિતોની ઓળખ આર્યન રઘુનાથ ઓરમપતિ, ફારૂક શૈક, લોકેશ પલાચરલા અને દર્શિની વાસુદેવન તરીકે કરવામાં આવી છે.

આર્યન અને તેનો મિત્ર ફારૂક ડલાસમાં કોઈ સંબંધીને મળીને ઘરે પરત જઈ રહ્યા હતા, લોકેશ તેની પત્નીને મળવા બેન્ટનવિલે જઈ રહ્યા હતા. યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી માસ્ટર ડિગ્રી ગ્રેજ્યુએટ દર્શિની તેના કાકાને મળવા જઈ રહી હતી.

દર્શિનીના પિતા X પર પોસ્ટ કરી વિદેશ પ્રધાન એસ જયશંકરને ટેગ કરીને તેમની પુત્રીને શોધવામાં મદદ માંગી હતી. તેમણે લખ્યું કે “@DrSJaishankar સર, મારી પુત્રી દર્શિની વાસુદેવન ભારતીય પાસપોર્ટ નંબર-T6215559 ધરાવે છે તે છેલ્લા 3 વર્ષથી યુએસએમાં છે, 2 વર્ષ MS અભ્યાસ અને પછી 1 વર્ષથી નોકરી કરે છે અને 3150 Avenue of the stars Apt 1110-Frisco,Texas-75034 રહે છે.”

તેમણે લખ્યું કે, “ગઈકાલે સાંજે તે 3 અન્ય લોકો સાથે 3 વાગ્યાની આસપાસ કાર પૂલિંગની મદદથી નીકળી હતી અને સાંજે 4 વાગ્યા સુધી તે મેસેજ કરી રહી હતી અને સાંજે 4 વાગ્યા પછી ફોન પર સંપર્ક થઇ શક્યો નથી અને તેની સાથે મુસાફરી કરી રહેલા અન્ય 3 લોકો સાથે પણ કોઈ સંપર્ક સ્થાપિત થઈ શકાયો ન હતો.”

અહેવાલ મુજબ ઝડપથી આવી રહેલી એક ટ્રકે પીડિતોની એસયુવીને પાછળથી ટક્કર મારી હતી. વાહનમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ તેમાં સવાર લોકો બળીને ખાખ થઈ ગયા હતા.

પ્રસાશન પીડિતોની ઓળખની પુષ્ટિ કરવા માટે ડીએનએ પ્રિન્ટિંગ અને દાંત અને હાડકાના અવશેષો પર આધાર રાખી રહ્યા છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતુ “મૃતદેહોની ઓળખ કરવા માટે ડીએનએ પ્રિન્ટિંગ કરવામાં આવશે, અને નમૂનાઓ માતાપિતા સાથે મેચ કરવામાં આવશે.”

Also Read –

Show More

Related Articles

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!