નેશનલ

વરુના આતંકથી ભીંસમા આવેલા Yogi Adityanath સમાજવાદી પર ત્રાટક્યા, અખિલેશને કહ્યું કે…

લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath)સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને આડે હાથે લીધા છે. તેમણે કહ્યું રાજ્યમાં ઉઘરાણી માટે કાકા-ભત્રીજા વચ્ચે સ્પર્ધા ચાલતી હતી. સીએમ યોગીએ તેમની સરખામણી માનવભક્ષી વરુ સાથે કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક દિવસોથી અમુક જિલ્લાઓમાં માનવભક્ષી વરુઓ આતંક ફેલાવી રહ્યા છે. તેવી જ રીતે આ કાકા- ભત્રીજા જિલ્લાઓ વિભાજિત થઇ ગયા હતા. જ્યારે પણ મોકો મળતો ત્યારે લૂંટફાટ કરતાં. તેમના પર લોકોએ ફરી વિશ્વાસ કરવાની જરૂર નથી. જનતાએ તેમની ગુંડાગીરી અને અરાજકતા જોઈ છે. લખનૌના લોકભવનમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે અખિલેશ યાદવના બુલડોઝર વાળા નિવેદન પર જવાબ આપ્યો હતો.

ભરતીના નામે લુંટ ચલાવતા લોકો પરત આવ્યા

સીએમ યોગીએ અખિલેશ યાદવને જવાબ આપતા કહ્યું કે દરેક વ્યક્તિના હાથ બુલડોઝર પર સેટ નથી થતાં. આ માટે હૃદય અને મન બંનેની જરૂર છે. બુલડોઝર ચલાવવાની ક્ષમતા અને નિશ્ચય હોય તે જ બુલડોઝર ચલાવી શકાય. જેઓ બુટલેગર સમક્ષ નાક રગડે છે તેઓ બુલડોઝર સામે હારી જશે. જે લોકો ભરતીના નામે લુંટ ચલાવતા હતા તે લોકો રૂપ રંગ બદલીને ફરી આવ્યા છે. આ લોકોને મુંગેરી લાલના સુંદર સપના જોવાની આદત પડી ગઈ છે જે ક્યારેય પૂરી નહીં થાય.

સપા પ્રમુખ અખિલેશ યાદવે મંગળવારે નિવેદન આપ્યું હતું કે વર્ષ 2027માં સરકાર બન્યા બાદ તમામ બુલડોઝરને ગોરખપુર મોકલવામાં આવશે. આનો જવાબ આપતા સીએમ યોગીએ નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમમાં અખિલેશ યાદવ પર પ્રહારો કર્યા હતા.

Also Read –

Show More

Related Articles

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!