કિમ જોંગ ઉન 30 સરકારી અધિકારીઓને ફાંસીના માંચડે ચડાવશે, આ ભૂલની મળી સજા
સિઓલ: ઉત્તર કોરિયા(North Koea)નો સરમુખત્યાર વડા કિમ જોંગ ઉન(Kim Jong Un) એક કે બીજા કારણે હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે હવે કિમ એક કથિત ક્રુરતાપૂર્ણ આદેશ આપવા માટે ચર્ચામાં આવ્યા છે. ઉત્તર કોરિયામાં તાજેતરમાં વિનાશક પુર (Flood in north Korea) આવ્યું હતું. પૂરમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે. પુરને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ કિમએ લગભગ 30 સરકારી અધિકારીઓને ફાંસીની સજાનો આદેશ આપ્યો છે, દક્ષિણ કોરિયાના મીડિયાએ અહેવાલ આપ્યો છે.
ઉત્તર કોરિયાના ચાગાંગ પ્રાંતમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હજારો લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે, એનક લોકો ઇજાગ્રસ્ત અને બેઘર થયા છે. દક્ષિણ કોરિયાની એક મેડિયા ચેનલે અહેવાલ આપ્યો છે કે, ઉત્તર કોરિયાના પ્રશાસને એ લોકો સામે કડક પગલાં લેવાનું વચન આપ્યું છે, જેઓ કથિત રીતે જાનહાનિને રોકવામાં નિષ્ફળ નીવડ્યા હતા.
મીડિયા ચેનલે ઉત્તર કોરિયાના એક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે આ અસ્વીકાર્ય જાનહાનિ માટે જવાબદાર લોકોને કડક સજાનો સામનો કરવો પડશે. અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગયા મહિનાના અંતમાં પૂર પ્રભાવિત વિસ્તારના 20 થી 30 અધિકારીઓને એક સાથે ફાંસી આપવામાં આવી હતી.
જોકે દાવાની પુરની સ્થિતિ થઇ શકી નથી. નોંધનીય છે કે ઉત્તર કોરિયા સરકારની નીતિઓને કારણે માહિતી આંતરરાષ્ટ્રીય મીડિયા સુધી પહોંચી શકાતી નથી. પરંતુ ઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) એ અહેવાલ આપ્યો છે કે કિમ જોંગ ઉને ચીનની સરહદ નજીક આવેલા ચાગાંગ પ્રાંતમાં આવેલા વિનાશક પૂરને પગલે અધિકારીઓને “સખત સજા” કરવાનો આદેશ આપ્યો હતો.