હવામાન વિભાગની આગાહી, હવે વરસાદ કહેશે બાય બાય…
નવી દિલ્હીઃ દેશના ઘણા રાજ્યોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે મોટાભાગના રાજ્યોમાં રીમઝીમ રીમઝીમ વરસાદ જાણે બધાને આવજો કહી રહ્યો હોય તેમ વરસી રહ્યો છે. જો કે પૂર્વ ભારતમાં 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની સંભાવના છે. તેમજ આજે ભારતના પશ્ચિમ કિનારે પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. પૂર્વ ભારતના રાજ્યો એટલે કે હિમાલયના તમામ વિસ્તારો, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારમાં વાત 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઝારખંડ, ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળમાં 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આજે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
જો પશ્ચિમ ભારતની વાત કરીએ તો આજે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. મધ્ય ભારતમાં પણ છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઓડિશામાં ભારે વરસાદને કારણે લોકોને ધ્યાન રાખવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે, વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, તો વળી કેટલાક સ્થળોએ પૂર અને ભૂસ્ખલનની પણ શક્યતાઓ છે. વેધરના અહેવાલ અનુસાર પૂર્વોત્તર ભારતમાં કેટલાક સ્થળોએ, સમગ્ર ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને હિમાચલ પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં એક-બે સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.
ઝરમર વરસતો આ વરસાદ આ વાવવામાં આવતા રવિ પાક માટે ઘણો લાભદાયી રહેશે.