‘ઇન્સ્ટાગ્રામ’ના ચપ્પલ જોયા છે? મુંબઈમાં તો દેખાયા!
મુંબઈ: મોંઘીદાટ બ્રાન્ડના નકલી ઉત્પાદનો જેમ કે નકલી શૂઝ, શર્ટ તે જ ટી-શર્ટ પહેરીને ફરતા લોકો આપણે જોયા જ હશે. જોકે આવા બ્રાન્ડેડ પ્રોડક્ટની અનેક નકલો બજારમાં વેંચાય છે અને તે સામાન્ય બાબત બની ગઇ છે. જોકે, મુંબઈમાં એક એવી બ્રાન્ડના ફ્લિપ-ફ્લોપ્સ(ચપ્પલ) પહેરીને ફરતી વ્યક્તિ જોવા મળી હતી, જે તમારા માન્યમાં પણ ન આવે. આ વ્યક્તિ મુંબઈની લોકલ ટ્રેનમાં જોવા મળી હતી અને તેણે પગમાં પહેરેલા ચપ્પલની બ્રાન્ડ જોઇને લોકો આશ્ચર્યમાં પડ્યા હતા અને સાથે સાથે તે હસવું પણ રોકી શક્યા નહોતા.
આ પણ વાંચો : હવે મુંબઈથી મહાકાલેશ્વર જવાનું બનશે સરળ, રેલવેએ મંજૂર કર્યો સૌથી ટૂંકા માગર્નો પ્રોજેક્ટ…
કારણ કે આ શખ્સ કોઇ મોંઘીદાટ કે ઇન્ટરનેશનલ શૂ-બ્રાન્ડ કે ફૂટવૅર બ્રાન્ડની નકલી કોપી કે ફર્સ્ટ કોપી પહેરીને નહીં, પરંતુ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ચપ્પલ પહેરીને ફરી રહ્યો હતો. લોકલ ટ્રેનમાં ઇન્સ્ટાગ્રામનો લોગો ધરાવતા ચપ્પલ પહેરીને ફરતા શખ્સે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને એક પ્રવાસીએ તેનો ફોટો પણ લઇ લીધો હતો, જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.
જોકે, ભારતમાં આ કોઇ નવી બાબત નથી. આપણે દેશના વિવિધ રાજ્યોમાં ગુગલનો ઇલેક્ટ્રીક સ્ટોર કે પછી ફેસબુકની કપડાની દુકાન પણ જોયેલી છે જે તેના લોગો સાથે ખુલ્લેઆમ ચાલી રહી છે. આવી અનેક બ્રાન્ડના લોગો નામનો ઉપયોગ કરીને તે જે વસ્તુની ખરેખર બ્રાન્ડ છે તેનાથી જુદી જ પ્રોડક્ટ વેંચતી દુકાનોના અનેક ફોટા આપણને ઇન્ટરનેટ પર જોવા મળે છે.
આ પણ વાંચો : Mumbai Localમાં ફરી યુવતીએ કરી આવી હરકત કે… વીડિયો થયો વાઈરલ
લોકો પણ આવા ફોટા જોઇને કોપીરાઇટના ઉલ્લંઘન કે નિયમના ઉલ્લંઘનની વાતો કરવાને બદલે હસીને આ વાત ટાળી દેતા હોય છે. જોકે, ભવિષ્યમાં કોઇ બ્રાન્ડ પોતાના નામનો થતો ખોટો ઉપયોગ જોઇને કાયદાકીય પગલાં લે તો નવાઇ નહીં.