આપણું ગુજરાત

ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝર્સ (FPO)મા ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે પગલા ભરો-મનહર પટેલ

રાજ્ય સરકાર દ્વારા ખેડુતોના લાભ માટે 10 હજાર ફાર્મર પ્રોડયુસર કંપનીઓ ખાનગી કંપનીઓ મારફત ઉભી કરવી અને તેની નોડલ એજન્સી તરીકે ગુજરાત સરકારની વિનંતીથી તા3-11-23 ના રોજ ભારત સરકાર આદેશ અનુસાર ગુજરાત એગ્રો ઇન્ડ.કોર્પોરેશન લી. ને વધારાની કામગીરી સોપવામા આવેલ છે.

ત્યાર બાદ ગુજરાત સરકારે ગુજરાત સ્ટેટ લાઈહુડ પ્રમોશન કંપની (GLPC) ને અને અંતે તેને પણ હટાવી ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટીને કામગીરી સોપવાની મંજુરી આપી છે, આમ ત્રણ વર્ષમા ત્રણ ત્રણ વાર તબદીલ કરવી પડે તે રાજ્ય સરકારના તઘલઘી વહીવટીની નિશાની છે.

FPO કામગીરી શરૂઆતથી જ શંકાના દાયરામાં રહી છે તેની અનેક બાબતો બહાર આવી છે અને પહેલી નોડલ એજન્સી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પો. લી દ્વારા એક ખાનગી પેઢી કુબેર કોર્પોરેશનને કામ સોંપવામાં આવેલ ત્યારથી આ ખેડૂતોના ઉસ્થાનના નામની યોજનામાં ગેરરીતી, નાણાકીય ગોલમાલ અને ભ્રષ્ટાચાર નોડલ એજન્સીના સંજ્ઞાનમા આવ્યા છતા આ એજન્સીની સામે રાજ્ય સરકારની કઈ નબળી કડી છે કે તેના ઉપર કોઇ પગલા ભરવામા આવતા નથી ? તેનો ખુલાસો રાજ્ય સરકારે કરવો જોઇએ.

નોડલ એજન્સી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પો. લી એ કુબેર કોર્પોરેશનને અનેકવાર વાર પત્રો લખ્યા છે, તા.૦૪.૦૧.૨૦૨૩ ના પત્રમા સ્પષ્ટ કહે છે કે CBBO તરીકે ફાળવેલ ફંડનું યોગ્ય સંચાલન કરવામાં તમે નિષ્ફળ ગયા છો અને તેના પુરતા કારણો નોડલ એજન્સી પાસે છે..

તા.25-10-23 મા FPO દ્વારા કરવાની કામગીરીનું CBBO દ્વારા મોનિટરીંગ કરવામાં નિષ્ફળ ગયા છો તેમજ નાણાકીય ગેરરીતી અંગે તાકીદ કરેલ.

વધુમાં 30-10-23 મા SPNF બોટાદ ના પત્ર સાથે રાખીને કુબેર કોર્પોરેશન એજન્સી ઉપર ભારોભાર રોષ પ્રગટ કરતા જણાવે છે કે આપની નિષ્ફળતા,બેદરકારી,દેખરેખના અભાવ,FPOની નોંધણી અને પારદર્શકતાના અભાવે બોટાદ જિલ્લાની ત્રણ FPO ના સંચાલકોએ નારાજ થઈને બંધ કરેલ છે.

આ પણ વાંચો : Congress અને AAPના ગુજરાત સરકાર પર પ્રહાર, કહ્યું જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ

ડાંગ જીલ્લામા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હેન્ડ હોલ્ડિંગની કામગીરી માટે કુબેર કોર્પોરેશનની સુબીર ખાતેની ઓફીસ બંધ હાલતમા હોય,એજન્સીએ ખેડૂતોને આપેલ તાલીમ – માહિતીના કોઇ આધાર ન આપે.તેના સંચાલક શ્રી દીક્ષિત પટેલ પાસેથી આ અંગેના રૂબરૂ અને પત્રો દ્વારા હિસાબો નોડલ એજન્સી મંગાવે છે આપવામાં આવેલ નથી.

ઉપરાંત ડાંગ જિલ્લાના કુબેર કોર્પોરેશનના કર્મચારીને ત્રણ મહિનાનો પગાર ચૂકવવામાં નથી આવ્યો.ત્રણ પત્રો લખ્યા છતાં હેન્ડ હોલ્ડિંગની કામગીરીનો અહેવાલ આપવામાં આવેલ નથી.માસિક પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવેલ નથી.

તા.12-02-24 નોડલ એજન્સી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પો. લી દ્વારા જણાવવામાં આવ્યું કે વહીવટી કામમાં બેદરકારી, સમયસર અહેવાલ કે બેંક સ્ટેટમેન્ટ ન રજૂ કરવા,૬૦૦૦ ખેડૂતોને હેન્ડ હોલ્ડિંગ કામગીરીમા બેદરકારી રાખેલ છે,

નોડલ એજન્સીની ટેન્ડરોની શરતો / બોલીઓ મુજબ બેંક ગેરેન્ટી રિન્યુ કરવામા વારંવાર કુબેર કોર્પોરેશનને જણાવામાં આવ્યું છે છતાં બેંક ગેરેન્ટી રિન્યુ કરવામા આવેલ નથી.અંતે તે સમયે તા.૧૨.૦૨.૨૦૨૪ ના રોજ જણાવેલ કે 10 દિવસમાં બેંક ગેરેન્ટી રિન્યુ ના આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવા કુબેર કોર્પોરેશનને જણાવવામા આવ્યુ છે.

આવી સ્થિતિને કારણે ખેડુતો સરકારી સવલતથી વંચિત રહે છે,નાણાનો વ્યય થાય છે અને FPO જવાબદારીમાંથી મુક્ત થઈ રહ્યા છે, બોટાદના FPO દર્શન ચૌહાણ તા.10-10-23 ના રોજ સરકારી વહિવટથી કંટાળીને રાજીનામું આપી દીધું છે અને તેમને રાજ્ય સરકાર ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, કે અમે કોઈ આધારની નકલ આપી નથી, રૂબરૂ મળ્યો નથી અને FPO નું રજિસ્ટ્રેશન થાય છે તો લેખિત રાજીનામું આપ્યું તે કેમ મંજૂર નથી કરવામાં આવતું ? સરકારની નોડલ એજન્સીને તાકીદ કરે છે કે વહેલીતકે મને FPO ની જવાબદારીમાથી મુક્ત નહીં કરવામાં આવે તો મારે કોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે..

ઉપરાંત તે જણાવે છે કે SPNF ના દીક્ષિત પટેલ મેં ત્રણ વર્ષથી વિગતો મોકલી છે, તે એક પણ વખત મળ્યા નથી, મિટિંગ કરેલ નથી અને FPO ના બોર્ડ ડિરેક્ટર નક્કી નથી. અને વોટ્સ અપ ઉપર વહીવટ ચાલતો હતો..

“બોટાદના FPO દર્શન ચૌહાણે નોડલ એજન્સી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પો.લી ને CBBO/SPNF એસોસિએશનને આજ દિવસ સુધી અમારા ૩ FPO વતી કેટલી ગ્રાન્ટ મળી છે તેના આધાર પુરાવા લેખિતમાં જણાવશો.”રાજ્ય સરકારનો આ વહીવટ સ્પષ્ટ કરે છે કે નીચે સુધી ભ્રષ્ટાચાર છે.

ઉપરાંત રાજ્ય સરકારના વહીવટની કરુણતા એ છે કે છેલ્લી નિયુક્ત કરેલ નોડલ એજન્સી ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટી છે, તેના વડા કે વાઇસ ચાન્સેલરની વિવાદાસ્પદ નિમણુક થયેલ છે,એ યુનિ. પાસેપોતાની કોલેજમા ટેકનિકલ કે નોન ટેકનિકલ પુરતો સ્ટાફ નથી,યુનિ,ની પુર્ણરીતે કોલેજ શરુ નથી,વહીવટી માળખાના કોઇ ઠેકાણા નથી તો કઈ રીતે10,000 FPO પાસેથી સુપેરે કામ લઈ શકશે ?

એક RTI ની માહિતી અનુસાર CBBO ને ડિસેમ્બર 2023 સુધીમા૨,72,20,000 /- અને 76 FPO ને 1,57,21,905 /- રુપિયા ચુકવાય ગયેલછે તેના બદલામા આ CBBO /FPO દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કરેલ કામનીવિગતોની ઉચ્ચસ્તરીય તપાસ કરવામા આવે તો કરોડો રુપિયાના ભ્રષ્ટાચારની વિગતો સામે આવી શકે છે. વર્ષ 2020-2021 અને ત્યારબાદ CBBO /FPO ની નિમણુક, નિયુકત ખાનગી એજન્સીનો અનુભવ,તેની કાર્ય પદ્ધતિ,બીજનેશ પ્લાન,સરકારી લક્ષ્યાંક સામે વળતર કામગીરી અને તેમને ચુકવાતા નાણા અંગેની જે વિગતો સામે આવી છે તે વધુ મોટા ભ્રષ્ટાચારના સંકેત પણ આપે છે. માટે હાલની તમામ ખાનગી એજન્સીઓના કરારો રદ કરવામા આવે અને તેમને આચરેલ વહીવટી બેદરકારી, ગેરરીતી, નાણાકીય ભ્રષ્ટાચાર સામે ઉચ્ચસ્તરીય તપાસ કરવામા આવે અને જે કોઇ જવાબદાર હોય તેના ઉપર યોગ્ય પગલા ભરવામા આવે અને નવી ખાનગી એજન્સીઓની પુર્ણ ચકાસણી બાદ જ તાત્કાલીક નિમણુક કરવામા આવે.તેવી માગણી કોંગ્રેસ નેતા મનહર પટેલે કરી હતી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button