આપણું ગુજરાત

સાબર કાંઠા,હિમ્મત નગરમાં નકલી હોલ માર્કિંગના ઘરેણાં વેચતા વ્યાપારીઓ પર તવાઈ

ભારતીય માનક બ્યુરો, અમદાવાદ કચેરીએ હિમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે જ્વેલર્સ પર એન્ફોર્સમેન્ટ દરોડા સોમવારે પાડવામાં આવ્યા હતા. હિમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે ભારતીય માનક બ્યુરો (BIS), અમદાવાદના અધિકારીઓની બનેલી ટીમ દ્વારા એન્ફોર્સમેન્ટ દરોડા પાડવામાં આવ્યા હતા.

કામગીરી દરમિયાન, ઉપરોક્ત જ્વેલર્સ નકલી હોલ માર્કિંગ સાથે તેમજ હોલમાર્કિંગ (હોલમાર્કિંગ યુનિક આઇડેન્ટિફિકેશન (એચયુઆઇડી)) વિનાના ઘરેણાં વેચતા જોવા મળ્યા હતા. ઓપરેશન દરમિયાન 241 ગ્રામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.

નકલી અથવા હોલમાર્કિંગ (HUID) વિનાના સોનાના દાગીનાનું વેચાણ એ BIS એક્ટ 2016ની કલમ 15નું ઉલ્લંઘન છે. આ ગુના માટે એક વર્ષ સુધીની કેદ અથવા ન્યૂનતમ રૂ. 1,00,000ના દંડની સજા છે, જે બીઆઈએસ એક્ટ 2016ની કલમ 29 મુજબ સ્ટાન્ડર્ડ માર્ક લાગુ કરાયેલ ઉત્પાદિત અથવા વેચેલ અથવા વેચવા અર્થે લગાવેલ માલ અથવા આર્ટિકલના મૂલ્યના પાંચ ગણા સુધી વિસ્તૃત થઈ શકે છે અથવા બંને સાથે સજાપાત્ર થઈ શકે છે.

આ પણ વાંચો: નવી મુંબઈમાં ગોળીબાર કરી જ્વેલર્સની દુકાનમાં લૂંટ: ઉદયપુરમાં ચાર પકડાયા

વધુમાં, HUID નંબર ફીડ કરીને BIS કેર મોબાઈલ એપમાં હોલમાર્કિંગની અધિકૃતતા ચકાસી શકાય છે.

ભારતીય માનક બ્યુરો સામાન્ય ઉપભોક્તાની સુરક્ષા માટે નકલી હોલમાર્ક અથવા HUID વિના ઘરેણાં વેચવા વિશે માહિતી પ્રાપ્ત થતાંની સાથે શ્રેણીબદ્ધ દરોડા પાડી રહ્યું છે. HUID વિના અથવા નકલી હોલમાર્કિંગ સાથે ઘરેણાં વેચતા જ્વેલર્સ વિશેની માહિતી ધરાવતી કોઈપણ સંસ્થા પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજોમાળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ-380014, ફોનનં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદને ahbo@bis.gov.in અથવા complaints@bis.gov.in સરનામાં પર ઈમેઈલ દ્વારા અને BIS કેર એપ દ્વારા પણ ફરિયાદ કરી શકાય છે. માહિતી આપનારની ઓળખ સખ્ત રીતે ગુપ્ત રાખવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ