મરાઠા અનામતના નેતા જરાંગે વિરુદ્ધ છેતરપિંડીનો કેસ રદ કરવા અરજી
Mumbai: મરાઠા અનામત આંદોલનનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે પાટીલે વિરુદ્ધ નોંધાયેલા છેતરપિંડીના કેસમાં રાહત મેળવવા માટે જરાંગે દ્વારા પુણેની અદાલતમાં પોતાના વકીલ મારફત અરજી દાખલ કરી હતી.
વર્ષ 2013માં એક મરાઠી નાટકને લઇને થયેલા નાણાંકિય વિવાદને પગલે જરાંગે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420(છેતરપિંડી) અને 406(વિશ્ર્વાસઘાત)નો કેસ નોંધવામાં આવ્યો હતો.
અદાલતે આ કેસમાં જરાંગે વિરુદ્ધ નોન બૅલેબલ(બિનજામીનપાત્ર) વૉરંટ પણ બહાર પાડ્યું હતું. જોકે, ઑગસ્ટ મહિનામાં જરાંગે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થતા આ વૉરંટ રદ કરવામાં આવ્યું હતું.
આ વિશે માહિતી આપતા જરાંગેના વકીલ હર્ષદ નિંબાળકર અને શિવમ નિંબાળકરે જણાવ્યું હતું કે જરાંગે વિરુદ્ધ પ્રાથમિક દૃષ્ટિએ કોઇ કેસ બનતો ન હોવાથી અમે અદાલતમાં કેસને રદ કરવાની અરજી દાખલ કરી છે.
નિંબાળકરે વધુમાં જણાવ્યું હતું કે અદાલતે 2013માં પોલીસને જરાંગે વિરુદ્ધ કેસ નોંધવાનો આપેલો આદેશ ભૂલભરેલો અને ગેરકાયદે હતો. ફરિયાદીનું મૃત્યુ થયું હોવાથી અદાલતે આ કેસમાં બાંધછોડ કરીને કેસ નોંધવા જણાવ્યું હોવાનો દાવો નિંબાળકરે કર્યો હતો.
Also Read –