ટોપ ન્યૂઝનેશનલ

આરોપીને મોતની સજા, પ. બંગાળ વિધાનસભામાં પેશ થયું રેપ વિરોધી બિલ

કોલકાતાઃ કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર અને હત્યાની ઘટના બાદ પશ્ચિમ બંગાળ સરકાર વિધાન સભામાં એન્ટી રેપ બિલ લઇ આવી છે. આજે વિધાનસભાના વિશેષ સત્રના પ્રથમ દિવસે બળાત્કાર વિરોધી બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે, જેમાં બળાત્કાર જેવા મામલાઓમાં આરોપીઓને મૃત્યુ દંડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારે આ બિલને અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ 2024 નામ આપ્યું છે. આ બિલને પસાર કરવા માટે આજથી વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ દરમિયાન સીએમ મમતા બેનરજી વિધાનસભામાં આ બિલના સમર્થનમાં ચર્ચા કરી રહી છે. વિધાન સભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ આ બિલને સમર્થન આપ્યું છે અને આ બિલને તાત્કાલિક અસરથી લાગુ કરવા સૂચન કર્યું છે.

અપરાજિતા બિલ પસાર કરવા માટે હવે મમતા દીદીને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર પડશે. વિધાનસભામાં અપરાજિતા બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલ પાસે સહી માટે મોકલવામાં આવશે. આ પછી રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડશે. 294 સભ્યોની રાજ્ય વિધાનસભામાં તૃણમૂલ કોંગ્રેસ પાસે 223 ધારાસભ્યોનું સમર્થન છે, તેથી આ બિલ પસાર કરવું મુશ્કેલ નથી.

આ પણ વાંચો : મમતા બેનરજીને આસામમાં ફટકોઃ પાર્ટીના પ્રમુખે ટીએમસીને કર્યું બાય બાય

આ બિલમાં બળાત્કાર અને હત્યા કરનારા ગુનેગારોને ચાર્જશીટ દાખલ કર્યાના 36 દિવસની અંદર મૃત્યુદંડની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગેની તપાસ 21 દિવસમાં પૂરી કરવાની રહેશે. ઉપરાંત ગુનેગારને મદદ કરનારાઓને પણ 5 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી છે. દરેક જિલ્લામાં સ્પેશિયલ અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે, જે બળાત્કાર, એસિડ, હુમલો અને છેડતી જેવા કેસમાં કાર્યવાહી કરશે. એસિડ એટેક જેવા ગંભીર ગુના માટે પણ આજીવન કેદની સજાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત પીડિતાની ઓળખ જાહેર કરનારને 3થી 5 વર્ષની સજા થશે. તમામ જાતીય ગુનાઓ અને એસિડ હુમલાની ટ્રાયલ 30 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આ બિલમાં બળાત્કારની તપાસ અને ટ્રાયલને ઝડપી બનાવવા BNSS જોગવાઈઓમાં સુધારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે કોલકાતામાં મહિલા ટ્રેઇની ડૉક્ટરના રેપ અને હત્યા પછી ન્યાયની માગ સાથે થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ સીએમ મમતા બેનરજીએ બળાત્કાર વિરોધી બિલ લાવવાની જાહેરાત કરી હતી. આ બિલમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગે ઘણા નિયમોની જોગવાઈઓ છે, જેથી આવી ઘટનાઓને અંકુશમાં લઈ શકાય.

આ પહેલા મહારાષ્ટ્ર અને આધ્ર પ્રદેશની સરકારે પણ આ પ્રકારનું બિલ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને સફળતા મળી નહોતી. જોકે, પ. બંગાળમાં મમતા બેનરજીના આ બિલને આ વખતે ભાજપનું સમર્થન છે, તેથી એમ માનવામાં આવે છે કે આ બિલ પાસ થઇ શકે છે.

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ