આપણું ગુજરાત

ખાનગી શાળાઓની ફી વધારાની તૈયારી: નવી મર્યાદા નક્કી કરવા સરકારે કમિટી રચી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ખાનગી સ્કૂલોની ફી માટેના ફી રેગ્યુલેશન એક્ટ ૨૦૧૭ અંતર્ગત હાલના ફી મર્યાદાના સ્લેબમાં સુધારો કરવા માટે અનેકવાર સંચાલક મંડળે કરેલી રજૂઆતને પગલે સરકારે ફી સુધારા માટે કમિટી રચી છે. જેના રિપોર્ટ અને ભલામણોને આધારે સરકારે એક્ટ લાગુ થયાના ૭ વર્ષે સ્લેબ સુધારી શકે છે.

આ કમિટીના અહેવાલ બાદ રાજ્યમાં નવી ફી નિર્ધારણ થશે જેમાં ખાનગી શાળાઓની ફીમાં વધારોની થવાની શક્યતા છે.

મળતી માહિતી મુજબ ખાનગી સ્કૂલોની ફી માટેના હાલના સ્લેબ મુજબ પ્રાથમિકમાં રૂ.૧૫ હજાર તેમજ માધ્યમિકમાં રૂ.૨૦ હજાર અને ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ માટે રૂ.૨૫ હજાર તથા સાયન્સ માટે રૂ.૩૦ હજાર છે એટલે કે પ્રાથમિકમાં ખાનગી સ્કૂલે રૂ.૧૫ હજારથી વધુ ફી લેવી હોય તો દરખાસ્ત કરવી પડે છે. તેમ જ માધ્યમિકમાં રૂ.૨૦ હજારથી વધુ અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂ.૨૫ હજાર તેમજ રૂ.૩૦ હજારથી વધુ ફી લેવી હોય તો દરખાસ્ત કરવી પડે છે. જ્યારે આ ફી મર્યાદાથી ઓછી ફી ધરાવતી સ્કૂલોએ ફી રેગ્યુલેશન કમિટી સમક્ષ માત્ર એફિડેવિટ કરવાની હોય છે અને બાકીની ખાનગી સ્કૂલોએ કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની
હોય છે. કમિટી દ્વારા તમામ હિસાબો ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ નવી માગેલી ફી અથવા નિશ્ર્ચિત ફી નક્કી કરવામાં આવે છે.

એક્ટ લાગુ થયા બાદ માત્ર સાયન્સમાં ફી મર્યાદા વધારાઈ હતી. આ દરમિયાન રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકારને રજૂઆત કરાઈ હતી કે હાલની મોંઘવારી તેમ જ અન્ય ખર્ચાને ધ્યાનમાં રાખતા ફી મર્યાદા વધારવી જોઇએ તથા હાલના સ્લેબમાં સુધારો કરવો જોઇએ. જેને પગલે શિક્ષણ વિભાગ દ્વારા નવી મર્યાદા નક્કી કરવા કમિટી
રચાઈ છે.

જેમાં અધ્યક્ષ ગુજરાત બોર્ડના ચેરમેન રહેશે. અન્ય સભ્યોમાં સ્કૂલ કમિશનર, પ્રાથમિક શિક્ષક નિયામક, સંયુક્ત શિક્ષણ નિયામક, બોર્ડ સચિવ તથા ચારેય ઝોનના ચીફ કોઓર્ડિનેટર કમ ડીઈઓ રહેશે.

હાલ ચાર ઝોનમાં અમદાવાદ,સુરત, રાજકોટ તથા વડોદરા છે. આ ચારેય જિલ્લાના ડીઈઓ ઝોનના ચીફ કોઓર્ડિનેટર છે.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button