સાતમી સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થાય છે.

વિઘ્નહર્તા દુંદાળા દેવનું સ્વરૂપ પણ ઘણું ખાસ અને પ્રભાવશાળી છે. પંડિતો તેના પર પણ ઘણું કહી ગયા છે.

ગણેશજીના સ્વરૂપનું દરેક અંગ આપણને જીવનસંદેશ આપી રહ્યા છે, તો જાણો ગણપતિ તમને શું શિખવાડે છે.

ગણેશજીનું વિશાળ મસ્તકઃ જ્ઞાન અને વિવેકનું પ્રતીક છે. જ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ તમને સફળતાના માર્ગે લઈ જાય છે.

મોટી આંખોઃ આપણે દરેક બાબતને ખુલ્લી આંખે દરેક પાસાથી જોઈ અવલોકન કરવી જોઈએ અને પોતાનો દૃષ્ટિકોણ કેળવવો જોઈએ.

લાંબા કર્ણઃ સાંભળવું એ એક કળા છે. માત્ર પોતાની વાત ન કહેતા બીજાની વાતને પણ ધ્યાનમાં લેવી જરૂરી હોય છે.

લાંબી સૂંઢઃ લાંબી સૂંઢ ફ્લેક્સિબિલિટી દર્શાવે છે. જીવનમાં આવતી દરેક પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી સમજદારીથી જીવન જીવવું જરૂરી છે.

મોટું પેટઃ જીવનમાં ઈચ્છાઓ ભલે ગમે તેટલી રાખીએ પણ સાથે જે મળ્યું તેનાથી સંતોષ માનવો જોઈએ

એકદંતઃ ગમે તેટલી ભીષણ પરિસ્થિતિમાં ધૈર્ય ન ખોતા સમર્પણની ભાવના સાથે કામ કરવું જોઈએ

વાહનઃ ઉંદર ગણેશજીનું વાહન છે અને તે સ્વ-નિયંત્રણ અને આત્મ-સરંક્ષણ દર્શાવે છે. તમારા પર જો બીજાનું નિયંત્રણ હશે તો તમે આગળ વધી શકશો નહીં.