નેશનલશેર બજાર

Stock Market : 26,000 કરોડનો મળ્યો ઓર્ડર, રૂપિયા 6000 ને પાર જઇ શકે છે આ ડિફેન્સ કંપનીના શેરનો ભાવ

મુંબઈ: ભારતીય શેરબજારની(Stock Market)શરૂઆત આજે સપાટ રહી છે. જો કે આ દરમ્યાન એરોસ્પેસ અને ડિફેન્સ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મંગળવારે HAL નો શેરનો ભાવ 5 ટકાથી વધુ વધીને રૂપિયા 4925 પર પહોંચ્યો હતો. કંપનીના શેરમાં આ ઉછાળો મોટો ઓર્ડર મળવાને કારણે આવ્યો છે. સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 240 AL-31 FP એરો એન્જિનની ખરીદીને મંજૂરી આપી છે. કંપનીને મળેલા આ ઓર્ડરની કિંમત 26000 કરોડ રૂપિયા છે. આ ક્રમમાં એરો એન્જિનની ડિલિવરી એક વર્ષ પછી શરૂ થશે અને 8 વર્ષમાં પૂર્ણ થશે.

HALના શેરનો ભાવ રૂપિયા 6000ને પાર જઇ શકે છે

એક બ્રોકરેજ હાઉસે ડિફેન્સ કંપનીના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેર માટે 6145 રૂપિયાનો ભાવનો લક્ષ્યાંક આપ્યો છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે આ ઓર્ડર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ઓર્ડર બેકલોગને વધુ મજબૂત કરશે. નાણાંકીય વર્ષ 2024ના અંતે ઓર્ડરનો બેકલોગ રૂપિયા 94000 કરોડનો હતો. જે હવે રૂપિયા 1.2 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.

એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 150 ટકા થી વધુનો વધારો

જો આપણે છેલ્લા એક વર્ષની આ શેરની કિંમત પર નજર કરી એ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના શેરના ભાવમાં 150 ટકાથી વધુનો વધારો થયો છે. એરોસ્પેસ અને ડિફેન્સ કંપનીના શેરનો ભાવ 4 સપ્ટેમ્બર, 2023ના રોજ 1981.78 રૂપિયા પર હતો. જે 3 સપ્ટેમ્બર 2024ના રોજ કંપનીના શેરનો ભાવ 4925 રૂપિયા પર પહોંચી ગયો હતો.

શેરના ભાવનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂપિયા 5675

જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં HALના શેરમાં 75 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આ વર્ષની શરૂઆતમાં, 1 જાન્યુઆરી, 2024ના રોજ, HALના શેરનો ભાવ રૂપિયા 2826.95 પર હતો. જેનો ભાવ 3 સપ્ટેમ્બર 2024ના રોજ રૂપિયા 4900ને પાર કરી ગયો હતો. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 55 ટકાનો વધારો થયો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેરના ભાવનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂપિયા 5675 છે. જ્યારે કંપનીના શેરના ભાવનું 52 સપ્તાહનું નીચલું સ્તર 1767.95 રૂપિયા છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ