ટોપ ન્યૂઝનેશનલ

Bahraich માં માનવભક્ષી વરુનો બે બાળક પર હુમલો, બાળકોનો આબાદ બચાવ

બહરાઈચ : ઉત્તર પ્રદેશના બહરાઈચ(Bahraich)જિલ્લાના 35 ગામડાઓ માનવભક્ષી વરુઓનો યથાવત છે. આ વરુઓ ગ્રામજનોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. માનવભક્ષી વરુએ 48 દિવસમાં 8 બાળકો અને એક મહિલા સહિત 9 લોકોને હુમલો કરીને જીવ લીધો છે. વરુના હુમલામાં 45 લોકો ઘાયલ થયા છે. જ્યારે સતત ત્રીજી રાત્રે સોમવારે પણ આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી.એક માનવભક્ષી વરુએ ફરી બે બાળક પર હુમલો કર્યો. જો કે બાળકને કોઈ ઈજા થઈ ન હતી. આ ઘટના બહરાઈચના મહસી વિસ્તારના ગિરધર પૂરવા ગામમાં બની હતી. મધ્યરાત્રિએ એક માનવભક્ષી વરુએ બે બાળકો પર હુમલો કર્યો. આ ઘટનામાં એક બાળકને સામાન્ય ઇજા થઈ છે. જ્યારે બીજો બાળક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે.

વરુએ વધુ 2 બાળકો પર હુમલો કર્યો

આ ઘટનામાં એક 5 વર્ષની બાળકી તેની દાદી સાથે ઘરમાં ખાટલા પર સૂતી હતી. રાત્રે લગભગ 12 વાગ્યાના અરસામાં વરુએ તેના પર હુમલો કરતાની સાથે જ તે ચીસો પાડવા લાગી હતી. બાળકીની ચીસો સાંભળીને વરુ ત્યાંથી ભાગી ગયો અને પછી તે જ ગામના બીજા ઘરમાં બાળક પર હુમલો કર્યો. તે બાળક પણ બચી ગયો હતો. છેલ્લી બે રાતથી માનવભક્ષી વરુઓ સતત લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.

35 ગામોમાં વરુઓનો આતંક

રવિવારે રાત્રે એક વરુએ એક બાળકી પર હુમલો કરીને તેનો જીવ લીધો હતો. આ પહેલા પણ વરુએ મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને પોતાનો શિકાર બનાવ્યા છે. વરુના હુમલામાં અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. વન વિભાગ વરુઓને પકડવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 4 માનવભક્ષી પકડાયા છે પરંતુ 2 વરુને પકડવા માટે વનવિભાગ સતત પ્રયાસ કરી રહ્યું છે.

Show More

Related Articles

Back to top button
દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance…