ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

‘ઇઝરાયલ માનવ અધિકારોનું ઉલંઘન કરી રહ્યું છે…’, બ્રિટને આપ્યો નેતન્યાહુને મોટો ઝટકો

લંડન: ઈઝરાયલ છેલ્લા 11 મહિનાથી સતત ગાઝા પર હુમલો કરી રહ્યું છે, જેમાં હજારો બાળકો સહીત નિર્દોષ નાગરીકોના મોત થયા છે. જેના કારણે ઇઝરાયલ(Israel)ની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઇ રહી છે, ઇન્ટરનેશનલ કોર્ટ ફોર જસ્ટીસ(ICJ) પણ ઇઝરાયલને માનવાધિકારોના ઉલંઘન બદલ દોષી ઠેરવી ચુક્યું છે. એવામાં બ્રિટનની કીર ટારમેર(Keir Tarmer)ની આગેવાની હેઠળની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. બ્રિટને ઈઝરાયેલમાં નિકાસ કરવામાં આવતા કેટલાક હથિયારો પર આંશિક પ્રતિબંધ લગાવી દીધો છે.

બ્રિટનને આશંકા છે કે આ હથિયારોના ઉપયોગથી આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે. બ્રિટનના વિદેશ પ્રધાન ડેવિડ લેમી(David Lammy)એ હાઉસ ઓફ કોમન્સમાં એક નિવેદન આપતા કહ્યું કે 350માંથી 30 હથિયારોના નિકાસ લાઇસન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે સ્પષ્ટતા કરવામાં આવી છે કે હથિયારોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવશે નહીં.

નોંધનીય છે કે ગત જુલાઈ મહિનામાં બ્રિટનમાં યોજાયેલી ચૂંટણીમાં કન્ઝર્વેટીવ પાર્ટીને હરાવી લેબર પાર્ટી સત્તામાં આવી છે, ત્યારથી બ્રિટનની નીતિઓમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. લેમીએ સાંસદોને જણાવ્યું હતું કે બ્રિટનના નિકાસ લાયસન્સની સમીક્ષા કરવાની સરકારની જવાબદારી છે. હું ખૂબ જ ખેદ સાથે ગૃહને જાણ કરું છું કે સમીક્ષા દરમિયાન તે સ્પષ્ટ થઈ ગયું છે કે ઇઝરાયેલ ખરેખર માનવ અધિકાર કાયદાના ગંભીર ઉલ્લંઘનમાં કેટલાક બ્રિટિશ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે.

જો કે, બ્રિટન સરકાર ઈઝરાયેલને સીધા હથિયારો સપ્લાય કરતી નથી. તેના બદલે, સરકાર કેટલીક બ્રિટિશ કંપનીઓને ઇઝરાયેલને શસ્ત્રો વેચવા માટે નિકાસ લાઇસન્સ આપે છે. યુકે સરકારે આ નિર્ણય નિકાસ લાઇસન્સિંગના માપદંડ હેઠળ લીધો છે.

બ્રિટન ઘણા લાંબા સમયથી ઇઝરાયલનું મિત્ર દેશ રહ્યું છે, પણ હાલની સરકાર ગાઝામાં લગભગ 11 મહિનાથી ચાલતા સંઘર્ષને કારણે શસ્ત્રોની નિકાસ રોકવા માટે વધતા દબાણ હેઠળ છે. ગાઝામાં 40,000 થી વધુ પેલેસ્ટિનિય નાગરીકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ